ભારતની ખૂબ લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહ તેથા બોયફ્રેન્ડ હર્ષ સાથે લગ્ન કરવા જઈ રહી છે અને તેણે એકદમ અલગ રીતે પોતાની લગ્નની તારીખ જાહેર કરી છે. ભારતીએ લખ્યું હતું કે આમણે મારું દિલ ચોરી લીધું છે અને ત્રીજી નવેમ્બરે હું તેમની સરનેમ ચોરવા માટે જઈ રહી છું. ભારતી 3 ડિસેમ્બરના રોજ ગોવામાં લગ્નના બંધનમાં બંધાઈ રહી છે.

તો હર્ષે પણ પોતાના વેડિંગ ફોટો શૂટની એક તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ જોડી લગ્ન ગોવામાં કરશે અને હનિમૂન માટે યૂરોપ જશે.
ભારતી હાલ તો તેના લગ્નના કામમાં બિઝીછે જોકે તે પોતાના શોપિંગની જાણકારી તેના ઇન્સટાગ્રામ પર શેર કરતી રહે છે. બંને જણા તાજેતરમાં ભારતની ઘરે અમૃતસર ગયા હતા જ્યાં તેઓ ગોલ્ડન ટેમ્પલ પણ દર્શન કરવા માટે ગયા હતા.
બંને એખબીજાને 8 વર્ષથી ડેટ કરી રહ્યા હતા અને આ વર્ષે જૂનમાં ઝલક દીખલા જામાંથી એલિમિનેટ થયા બા બંનેએ સદાઈ કરી હતી. ભારતી હર્ષ કરતાં સાતેક વર્ષ મોટી છે.