ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની જામીન અરજીની આજે એનડીપીએસ કોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ સરકારી વકીલ અતુલ સરપાંડે સેશન્સ કોર્ટની બે અલગ અલગ સુનાવણીમાં વ્યસ્ત છે. જેના કારણે તેઓ NCBનો પક્ષ રજૂ કરી શકશે નહીં. જો કે NCBના અધિકારીઓ ભારતી અને હર્ષની અરજીની મંગળવારે સુનાવણી માટે કોર્ટમાં અપીલ કરશે.

જો એનસીપીએસ કોર્ટે NCBની વાતને ધ્યાનમાં લેતા મંગળવારે આ મામલે સુનાવણી કરવાનો નિર્ણય લે, તો હર્ષ અને ભારતીને વધુ એક રાત જેલમાં પસાર કરવી પડશે. એટલે કે, ભારતી અને હર્ષની જામીન અરજી પર મંગળવારે (24 નવેમ્બર) સુનાવણી થશે. અગાઉ બંનેને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

NCB રજૂ કરશે તેનો પક્ષ
અતુલ સરપાંડેએ આ અંગે જણાવ્યું હતું કે આજે તેઓ સેશન્સ કોર્ટમાં બે અલગ અલગ કેસની સુનાવણીમાં વ્યસ્ત છે, તેથી ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા જામીન કેસની સુનાવણીમાં હાજરી આપી શકશે નહીં. જો કે, NCB આજે એનડીપીએસ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે અને સુનાવણી માટે આવતી કાલ, એટલે કે મંગળવારનો સમય માંગશે.
ભારતી અને હર્ષને અલગ જેલમાં રખાયા
ભારતી સિંહને બાયકુલા જેલમાં લાવવામાં આવી હતી જ્યાં તે 4 ડિસેમ્બર સુધી રહેશે. તે જ સમયે, તેમના પતિ હર્ષ લિંબિચિયા તલોજા જેલમાં રહેશે. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ તરત જ બંનેએ એડવોકેટ અયાઝ ખાન મારફત જામીન અરજી કરી હતી, જેની સુનાવણી આજે થવાની હતી. આ દરમિયાન NCBના વકીલ અતુલ સરપાંડેએ મીડિયાને સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવ્યું હતું.

દરોડામાં 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો
ભારતી અને હર્ષની સાથે બે ડ્રગ પેડલર્સને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ પેડલર્સને પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. જણાવી દઇએ કે શનિવારે NCBએ ભારતી સિંહની ઑફિસ અને ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ પછી બંનેને પૂછપરછ માટે NCB ઑફિસમાં બોલાવાયા હતા. બંનેની જુદા જુદા રૂમમાં બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. સાડા ત્રણ કલાકની પૂછપરછ બાદ ભારતીની ધરપકડ કરવામાં આવી હતી.
Read Also
- કોરોના વાયરસથી રાજ્યની દયનીય સ્થિતિ / સિદ્ધપુરના મુક્તિધામ સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોની લાંબી કતાર
- ગિલોય જ્યુસના ફાયદા- ગિલોયનો રસ પ્રતિરક્ષા માટે અમૃત છે, જાણો તેના ફાયદા
- કોરોના મહામારીમાં MHA એ પોતાના કાર્યાલયોમાં ફક્ત 50% જ કર્મચારીઓને હાજર રહેવા હુકમ કર્યો
- વાયરસનો કહેર / ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરીને આપી જાણકારી
- વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને AMCનો મહત્વપૂર્ણ નિર્ણય
