GSTV

ડ્રગ્સ કેસ: કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષને મળ્યા શરતી જામીન, પરંતુ હજુ પણ ઓછી નથી થઇ મુશ્કેલીઓ

ડ્રગ્સ

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષને જામીન મળી ગયા છે. આપને જણાવી દઈએ કે શનિવારે (21 નવેમ્બર) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ ભારતીના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્યાંથી ગાંજો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ભારતીસિંહે કબૂલ્યું હતું કે તેણે ડ્રગ્સ લીધા હતા.

લગભગ 6 કલાકની પૂછપરછ બાદ ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી મોડી રાત્રે તેના પતિ હર્ષની પણ ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે ભારતી સિંહ અને હર્ષ લીંબચીયાને પહેલા મેડિકલ અને કોરોના ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા અને સવારે 11.30 વાગ્યે ભારતી અને હર્ષની કોર્ટમાં હાજર થયા હતા.

ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ બે ડ્રગ પેડલર સાથે કોર્ટમાં હાજર થયા હતા. એનસીબીએ કોર્ટમાંથી ભારતીના પતિ હર્ષના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ તેમાં એનસીબીને સફળતા ન મળી. જે બાદ કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલી દીધા જ્યારે એનસીબીને બે પડલર્સના રિમાન્ડ મેળવ્યા છે.

શું છે સમગ્ર મામલો

આપને જણાવી દઈએ કે, શનિવારે એનસીબીએ મુંબઈમાં 3 જગ્યાએ દરોડા પાડ્યા હતા. ભારતી સિંહ અને તેના પતિ હર્ષના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. કહેવાય છે કે, ભારતી સિંહના ઘરમાંથી ગાંજા મળી આવ્યો હતો. જે બાદ તેના પતિ હર્ષને પણ એનસીબીએ પૂરપરછ માટે બોલાવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં ભારતીની ધરપકડ કરવામાં આવી હતી.

દરોડામાં 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો

ભારતી અને હર્ષની સાથે બે ડ્રગ પેડલર્સને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ પેડલર્સને પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. જણાવી દઇએ કે શનિવારે NCBએ ભારતી સિંહની ઑફિસ અને ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ પછી બંનેને પૂછપરછ માટે NCB ઑફિસમાં બોલાવાયા હતા. બંનેની જુદા જુદા રૂમમાં બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. સાડા ​​ત્રણ કલાકની પૂછપરછ બાદ ભારતીની ધરપકડ કરવામાં આવી હતી.

બોલિવુડ એકટર સુશાંતસિંહ રાજપૂત કેસમાં એનસીબી દ્વારા ડ્રગ્સ એંગલને લઈને તપાસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ધ કપિલ શર્મા શોની કોમેડિયન ભારતીસિંહના ઘરે રેડ પાડવામાં આવી છે. એકટર સુશાંતસિંહ રાજપૂતના મોત પછી બોલિવૂડની સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં ઘણા ચોંકાવનારા નામો સામે આવી ચૂક્યા છે. બોલિવૂડમાં ડ્રગ્સની તપાસમાં અત્યાર રિયા ચક્રવર્તીથી લઈને દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરનાં નામ સામે આવી ચૂક્યા છે.આ સિવાય અર્જુન રામપાલની પણ પૂછપરછ કરવામાં આવી છે.

Read Also

Related posts

રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ

Ankita Trada

દેશમાં વહેલી તકે આવી શકે છે વધુ એક વેક્સિન, Sputnik Vને ત્રીજા ટ્રાયલ માટે મળી મંજૂરી

Ali Asgar Devjani

રાજ્યના વીજ કર્મીઓનો વિરોધ/ સરકાર સામે ઠેર ઠેર કર્મીઓએ કરી લાલ આંખ, ક્યાંક ધરણાં તો ક્યાંક હલ્લાબોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!