તાજેતરમાં કૉમેડિયન કૃષ્ણા અભિષેકે નવા કૉમેડી શો ‘ધ ડ્રામા કંપની’ની ઘોષણા કરી છે. જેમાં કપિલ શર્માની જૂની ટીમ મેમ્બર્સ અલી અસગર, સુંગધા મિશ્રા અને સુદેશ લહેરી જોવા મળશે. સૂત્રોનુસાર કૃષ્ણા સાથે અનેક કોમેડી શો કરનારી ભારતી હવે કૃષ્ણાનો હાથ છોડીને તેના પ્રતિસ્પર્ધી કપિલ શર્માના શોમાં જોડાવા જઈ રહી છે.
ભારતીના નજીક સૂત્રોનુસાર ”ભારતી આજથી કપિલના શોનું શૂટિંગ શરૂ કરશે. તેનો ફિયાન્સ હર્ષ લિંબાચિયા આ માટે સ્ક્રિપ્ટ લખી રહ્યો છે.”

કપિલ અને સુનીલ ગ્રોવરના ફ્લાઇટમાં થયેલા વિવાદો બાદ સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકરે અને અલી અસગરે કપિલનો શો ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો હતો. પરંતુ ચંદન પ્રભાકરે કપિલ શર્માને માફ કરી દીધો છે અને તે શોમાં પરત ફર્યો છે.
કૃષ્ણાના કૉમેડી શો ‘ધ ડ્રામા કંપની’માં મિથુન દા પણ જોડાયા છે.કૃષ્ણાએ મિથુન દા સાથેનો ફોટો શેર કરીને જણાવ્યું, ”હું ખૂબ જ ખુશ છુ કે સુપરસ્ટાર મિથુન દાએ ડ્રામા કંપની જોઈન કરી. હું નર્વસ અને એક્સાઈટેડ છુ.”આગામી સમયમાં સોની ટેલિવિઝન પર કપિલ અને કૃષ્ણા વચ્ચે TRP માટે જંગ ચાલશે તેવું લાગી રહ્યુ છે.