ભારતી સિંહ 3 ડિસેમ્બરે તેના બોયફ્રેન્ડ હર્ષ સાથે લગ્ન કરી રહી છે જોકે તેના અને હર્ષના લગ્નનું આમંત્રણ કાર્ડ કહો કે કંકોતરી ખૂબ આગવા અંદાજમાં બનાવવામાં આવી છે. આ કાર્ડ જોઈને જ તમે હસી હસીને બેવડ વળી જશો.
કાર્ડ જોઈને લાગશે કે ભારતીએ પોતાના મિજાજ પ્રમાણે જ આ કાર્ડ બનાવડાવ્યું છે આ કાર્ડ જાણીતા વેડિંગ કાર્ડ ડિઝાઇનર પુનિત ગુપ્તાએ ડિઝાઇન કર્યું છે. કાર્ડ એખ સફેદ બોક્સની અંદર રાખવામાં આવ્યું છે. અને તેના ઉપર લગ્નની વિધીઓની માહિતી આપવામાં આવી છે.

લગ્ન પહેલા ભારતીના ઘરે માતા કી ચૌકી તથા કંગન પહેરાવવાની વિધી થશે. જેમાં બનેના પરિવારો સામેલ થશે. કાર્ડ ઉફર લખ્યું છે કે દુલ્હા હમ લે જાયેંગે.
ભારતીએ પોતાના ઇનસ્ટાગ્રામ ઉપર કાર્ડ શેર કરતા પોતાના થનારા પતિ માટે એક મેસેજ લખ્યો છે કે જો મે મારી જિંદગીમાં કોઈ સારું કામ કર્યું હોય તો તે એ તમને મારું દિલ આપીને કર્યું છે.