GSTV

‘ધ કપિલ શર્મા શો’ની ટીમના મેમ્બર્સ બન્યા આ કૉમેડિયન્સ

કૉમેડિયન-એક્ટર સુનીલ ગ્રોવરની સાથે વિવાદ બાદ કપિલ શર્માની ટીમના કેટલાક મેમ્બર્સે ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો છે અને તે કારણોસર કપિલના શોની TRP સતત ઘટી રહી હતી. પરંતુ હવે લાગી રહ્યુ છે કે કપિલના ‘અચ્છે દિન’ પરત આવી ગયા છે. જ્યાં એક તરફ કપિલનો પ્રતિસ્પર્ધી કૃષ્ણા અભિષેક, અલી અસગર અને સુનીલની સાથે મળીને નવો શો ‘ધ ડ્રામા કંપની’ શરૂ કરી રહ્યો છે ત્યાં કપિલના શોમાં બીજા મેમ્બર્સ જોડવા જઇ રહ્યા છે કોણ છે તે જાણીએ…

ભારતી સિંહ:

ભારતીના કૃષ્ણા અભિષેકની સાથે સારા ટર્મ્સ છે. એવામાં તે કૃષ્ણાના શોમાં જોડવાની જગ્યાએ કપિલના શોમાં જોડાવા જઇ રહી છે. કૃષ્ણાની સાથે ભારતી કેટલાય શો અને ઇવેન્ટ કરી ચૂકી છે, પરંતુ તે હવે કૃષ્ણાના સૌથી મોટા પ્રતિસ્પર્ધી કપિલ શર્માની સાથે શો કરશે. ભારતીના નજીકના સૂત્રોનુસાર, ”ભારતી આજથી કપિલના શોનું શૂટિંગ શરૂ કરી દીધુ છે, તેનો ફિયાન્સી હર્ષ લિમ્બાચિયા તેમના માટે સ્ક્રિપ્ટ લખી રહ્યો છે.”

હર્ષ લિમ્બાચિયા:

‘નચ બલિયે 8’ બાદ ભારતી અને તેનો ફિયાન્સી હર્ષનો અપકમિંગ પ્રોજેક્ટ આ જ છે. હર્ષને આ શોમાં ભારતીની સ્ક્રિપ્ટ લખવા માટે લાવવામાં આવ્યો છે. ભારતી અને હર્ષ આ પહેલા કેટલાક પ્રોજેક્ટ પર એકસાથે કામ કરી ચૂક્યા છે.

ચંદન પ્રભાકર:

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માના વિવાદ બાદ ચંદન પ્રભાકરે પણ શો છોડી દીધો હતો પરંતુ હવે ચંદન તેના ફ્રેન્ડ કપિલના શોમાં પરત આવી રહ્યો છે. ચંદન 3 મહિના સુધી કપિલના શોનો ભાગ બન્યો ન હતો. પરંતુ હવે આ બંને કોમેડિયન્સની વચ્ચેનો ભેદભાવ દૂર થયો છે. ચંદને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે, ”તે શો પર પરત આવીને ખૂબ જ ખુશ છે.”

કીકૂ શારદા:

જ્યારે સુનીલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરે શો છોડ્યો ત્યારે કીકૂ કપિલની સાથે શોમાં રહ્યો હતો. બચ્ચા યાદવ, સંતોષ અને બમ્પર જેવા કેરેક્ટર્સ પ્લે કરીને કીકૂએ કપિલના શોની TRP ઉપર લાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી.

સુમોના ચક્રવર્તી:

સુમોના ચક્રવર્તી કપિલના શોમાં સરલાનું કેરેક્ટર પ્લે કરતી હતી અને હજુ પણ પ્લે કરી રહી છે. આ પહેલા તે ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માં મંજૂના કેરેક્ટર જોવા મળી હતી.

ઉપાસના સિંહ:

કલર્સ અને કપિલ શર્મા વચ્ચે થયેલા વિવાદ બાદ કપિલનો શો કલર્સ બંધ થયો ત્યારે ઉપાસનાએ કપિલનો સાથ છોડ્યો હતો પરંતુ હવે સોની ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થઇ રહેલા શોમાં ઉપસાના સિંહ પરત ફરી છે.

સુપ્રિયા શુક્લા:

 ‘કુમકુમ ભાગ્ય’ ફેમ એક્ટ્રેસ સુપ્રિયા શુક્લા થોડા સમય પહેલાથી આ શોમાં જોડાઇ ગઇ છે. તે શોમાં એક એવી મહિલાનું કેરેક્ટર પ્લે કરી રહી છે જે ઉત્તર પ્રદેશની છે પરંતુ મુંબઇમાં શિફ્ટ થઇ છે. શો જોઇન કરતા વખતે એક ઇન્ટવ્યુમાં તેણે જણાવ્યુ હતુ કે, ”હું કૉમેડી પહેલી વખત કરી રહી છું એટલે નર્વસ છું પરંતુ કપિલ અને તેની ટીમ ખૂબ જ સપોર્ટિવ છે.”

નવજોત સિંહ સિદ્ઘુ:

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે સિદ્ઘુ હવે આ શોનો ભાગ નહી રહે, પરંતુ પૉલિટિશન નવજોત સિંહ સિદ્ઘુ અને કપિલની સાથ રહેશે. સિદ્ઘુની સ્ટાઇલ કે પછી તેની શાયરીઓ ઓડિયન્સમાં ખૂબ જ પોપ્યુલર છે. તે કપિલના દરેક ઉતાર-ચઢાવમાં તેની સાથે હતા અને શો ભાગ હજુ પણ રહેશે.

Related posts

રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નની તૈયારીઓ થઇ ગઇ છે શરૂ, આ ખાસ વ્યક્તિએ જણાવ્યું ક્યારે વાગશે શરણાઇ

Bansari

‘કસૌટી જિંદગી કી’ ફેમ સિજેન ખાન પર મહિલાએ લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મારી સાથે આ કારણે કર્યા લગ્ન

Ankita Trada

Video: ‘ભાભી જી ઘર પર હૈ’ની નવી ‘ગોરી મેમ’નો સેક્સી પૉલ ડાન્સ, ભલભલાને ભર શિયાળે પરસેવો છોડાવી દે લાગે છે એવી Hot

Bansari
Do NOT follow this link or you will be banned from the site!