GSTV

હવે WhatsApp પર પ્રાઈવેટ કાર અને ઈંશ્યોરન્સ વેચશે આ કંપની, ગ્રાહકોને મળશે ઘણા ફાયદાઓ

Corona

જનરલ ઇન્સ્યુરન્સ કંપની ભારતી એએક્સએ જનરલ ઇન્સ્યુરન્સ (Bharti AXA General Insurance) એ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) પરથી તેના ગ્રાહકોને પોલિસી અને રિન્યૂઅલ પ્રીમિયમ મોકલવાનું શરૂ કર્યું છે. બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું છે કે, સેવાના પ્રસ્તુતિઓનો સંપૂર્ણ સંગ્રહ જેવાકે, પોલીસીનાં દસ્તાવેજો, રિન્યૂઅલની નોટિસ તેમજ ક્લેમ ઈંટીમેશન વ્હોટ્સએપથી ગ્રાહકોને આપવા માટે શરૂ કરવામાં આવી છે જ્યાં ગ્રાહકો આંકડાકીય ઇનપુટ આપીને રિક્વેસ્ટ સબમિટ કરી શકે છે. આ સિવાય કંપનીની યોજના વ્હોટ્સએપ પર ખાનગી કાર, ટુ-વ્હીલર ટ્રાવેલ ઇન્સ્યુરન્સ વેચવાની છે.

ભારતી એએક્સએ એ ભારતની પહેલી બિન-જીવન વીમા કંપની છે જેણે વોટ્સએપ દ્વારા પોલિસીનાં દસ્તાવેજો, રિન્યુઅલની સૂચનાઓ અને ક્લેમ ઈન્ટીમેશનનો દાવો કર્યો છે. ભારતી એક્સા જનરલ ઈંશ્યોરન્સ વ્હોટ્સએપમાં જ ચેટબોક્સની સુવિધા શરૂ કરી રહી છે. કોઈ પણ ગ્રાહક વ્હોટ્સએપમાં જ તેમના દરેક સવાલોનાં જવાબ આપી શકે છે. તેના સિવાય નવી પોલિસી સાથે જોડાયેલી જાણકારીઓ પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાશે.

કંપનીના સીઈઓ સંજીવ શ્રીવાસને કહ્યું છે કે અમે ગ્રાહકોને સેવાઓ આપવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરતા રહીએ છીએ. આવી સ્થિતિમાં, અમે વોટ્સએપની સહાયથી ગ્રાહકો વચ્ચે પહોંચવાનું નક્કી કર્યું છે. ડિજિટલ વર્લ્ડના ગ્રાહકો માટે વીમાને સરળ બનાવવા માટે હવે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવશે. હવે કોઈપણ ગ્રાહક સીધા અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને કોઈપણ સમયે ગમે ત્યાં તેમની પોલિસી લઈ શકે છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં 1.23 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો, લડાઈ માટે ટ્રમ્પે 1000 સૈનિકોને ઉતાર્યા

Nilesh Jethva

કોરોના: જ્યાં ઈસુને વધ:સ્થંભ પર ટાંગવામાં આવ્યા હતા તે ચર્ચને 700 વર્ષ બાદ બંધ કરાયું

Pravin Makwana

કોરોનાનો કહેર : બે મહિનામાં આટલા લાખ કરોડ ઘટી મુકેશ અંબાણીની સંપત્તિ, અદાણી ટોપ 100 માંથી બહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!