GSTV
Gujarat Government Advertisement

ભારતી અને હર્ષની પૂલ પાર્ટીમાં ધમાલ મચાવવા ગોવા પહોંચ્યા ટીવી સેલેબ્સ

લાફ્ટર કિવન તરીકે ટેલિવિઝન પણ જાણીતી બનેલી કોમેડિયન ભારતી સિંહ પોતાના બોયફ્રેન્ડ હર્ષ લિંબાચિયા સાથે 3 ડિસેમ્બરે લગ્નનાં બંધને બંધાવા જઇ રહી છે. તેમણે પોતાના વેડિંગ ડેસ્ટીનેશન તરીકે ગોવાને પસંદ કર્યું છે. તેમના લગ્નના અનેક કાર્યક્રમોની તસવીરો તો સામે આવી જ છે પરંતુ ગોવામાં અન્ય ટીવી સેલેબ્સ સાથે તેમણે કરેલી પૂલ પાર્ટીની ધમાકેદાર તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અગાઉ ભારતીની ચૂડા સેરેમની અને માતા કી ચોકીની તસવીરો પણ સામે આવી ચુકી છે.

Gujarat Government Advertisement

તેમના લગ્નમાં ચાર ચાંદ લગાવવા માટે ટીવી સેલેબ્સ ગોવા પહોંચ્યા હતા અને તેમણે પણ પૂલ પાર્ટીમાં ધમાલ મચાવી હતી. ભારતી અને હર્ષના લગ્નની તમામ સેરેમની અને ફંક્શન ગોવાની લક્ઝરી હોટલ Adamo The Bellusમાં થઇ રહ્યાં છે. લોકેશનને રેડ રોઝ એન્ડ અંબ્રેલા થીમ આપવામાં આવી છે. પૂલ પાર્ટીની સાથે અહીં મહેંદી સેરેમની પણ થશે.

જાણીતા કોમેડિયન ક્રિષ્ના પોતાની ગર્લફ્રેન્ડ કાશ્મીરા સાથે અને બિગબોસની કંટેસ્ટન્ટ રહી ચુકેલી મોનાલીસા પોતાના પતિ વિક્રમ સાથે ગોવા પહોંચી હતી. તસવીરોમાં આ બંને કપલની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

 

ભારતી અને હર્ષની પૂલ પાર્ટીમાં ટેલીવિઝનની હોટ અભિનેત્રીઓ આશા નેગી, પૂજા બેનર્જી અને સનાયા ઇરાનીએ પણ હાજરી આપી હતી.

પૂલ પાર્ટીમાં એક્ટ્રેસ પૂજા બેનર્જી, ઋત્વિક ધંજાની, સનાયા ઇરાની, આશા નેગી જેવા અનેક ટીવી સેલેબ્સ પહોંચ્યા હતાં. પોતાના મિત્રો સાથે ભારતી અને હર્ષે પણ આ પૂલ પાર્ટી એન્જોય કરી હતી.

ભારતી અને હર્ષના લગ્ન વચ્ચે કોમેડી શો ‘કોમેડી નાઇટ્સ બચાઓ’ના અનેક કલાકારો પણ ગોવા પહોંચ્યાં હતાં.

Gujarat Government Advertisement

Related posts

કોરોના વાયરસથી રાજ્યની દયનીય સ્થિતિ / સિદ્ધપુરના મુક્તિધામ સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોની લાંબી કતાર

Dhruv Brahmbhatt

ગિલોય જ્યુસના ફાયદા- ગિલોયનો રસ પ્રતિરક્ષા માટે અમૃત છે, જાણો તેના ફાયદા

Pravin Makwana

કોરોના મહામારીમાં MHA એ પોતાના કાર્યાલયોમાં ફક્ત 50% જ કર્મચારીઓને હાજર રહેવા હુકમ કર્યો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!