હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને તેમાં પણ ટેલિવીઝનના સ્ટાર્સ ભારતી અને હર્ષ તથા આશ્કા અને બ્રેન્ટના લગ્નની ચર્ચા તો ચારેકોર થઇ રહી છે.

ભારતીએ પોતાની મહેંદી સેરેમની પહેલાં એક પૂજા કરી હતી. આ પૂજા વખતની ભારતીની એક્સક્લૂઝીવ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આશ્કાએ પોતાની મહેંદી સેરેમની માટે રેડ અને યલો કલરનો ડ્રેસ પસંદ કર્યો છે. આ ડ્રેસમાં આશ્કા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ભારતી પણ પોતાના ગ્રીન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ બંને બ્રાઇડે પોતાની મહેંદી સેરેમની માટે ફ્લોરલ જ્વેલરી પસંદ કરી હતી.
અનેક ટીવી સેલેબ્સ પણ બંને લગ્નોની સેરેમનીમાં જોવા મળ્યાં હતાં. મૌની રોય, જૂહી પરમાર, કરણવીર બોહરા અને તિજય સિધુ જેવા એક્ટર્સ આશ્કાની મહેંદી સેરેમનીમાં હાજર રહ્યાં હતાં
ઋત્વિક ધંજાની, આશા નેગી, સુયશ રાય, રવિ દુબે, કૃષ્ણા અભિષેક, કાશ્મીરા શાહ અને અન્ય ટીવી સેલેબ્સ ભારતી અને હર્ષના લગ્નમાં હાજરી આપશે.