ભારતીય બજારમાં ટેલિકોમ કંપની એરટેલ અને જિયોની વચ્ચે સીધો મુકાબલો છે. બુધવારે એરટેલ અને વોડાફોન-આઈડિયા (Vi)ના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે રિલાયન્સના શેર મજબુત થઈને બંધ થયા છે. કારણ કે રિલાયન્સ જિયોએ શાનદાર પાંચ પોસ્ટપેડ પ્લસ પ્લાન્સની જાહેરાત કરી છે.

બુધવારના કારોબારના દિવસે એરટેલના શેર 10 ટકા ગગડી ગયા હતા. શેર 423.95 રૂપિયાના નિચેના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે કારોબારના અંતમાં 8.81 ટકાનો ઘટાડાની સાથે બંધ થયો છે. તો વોડા-આઈડીયાના શેરોમાં 14.05 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, રિલાયન્સ જિયોના શાનદાર પોસ્ટપેડ પ્લાન્સની જાહેરાતના કારણે એરટેલ અને વોડાના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. જિયોના નવા પ્લાન્સથી એરટેલ અને વોડા-આઈડિયાની પરીક્ષા થવાની છે.

રિલાયન્સ જિયોએ 399 રૂપિયાથી લઈને 1499 રૂપિયા સુધીના નવા પોસ્ટપેઈડ પ્લાન્સ લાવવાની જાહેરાત કરી છે. આ જિયો પોસ્ટપેડ પ્લાન્સમાં નેટફિલ્કસ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ડિઝની પ્લસ હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. સાથે જ કેટલોક ફાયદો પણ ગ્રાહકોને મળશે.

જિયો પોસ્ટપેડ પ્લસ જિયો સ્ટોર્સ અને હોમ ડિલીવરીના માધ્યમથી 24 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. સાથે જ જિયો દ્વારા 6500+ લાઈવ ટીવી ચેનલ્સ, વીડિયો કંટેટ્સ, 5 કરોડ સોન્ગ્સ અને 300+ ન્યુઝ પેપર્સની સાથે જિયો એપ્સ સર્વિસિઝ પણ ઓફર કરવામાં આવી રહી છે. નવા જિયો પોસ્ટપેઈડ પ્લાન્સ સમગ્ર પરિવાર માટે ફૈમિલિ પ્લાનની સાથે પણ આવશે. તેમાં દરેક કનેક્શન માટે 250 રૂપિયા દેવાના રહેશે. સાથે જ તેમાં 500 જીબી સુધીનો ડેટા રોલઓવર અને ભારત અને વિદેશમાં વાઈફાઈ કોલીંગનો પણ ફાયદો મળશે.

આ સિવાય એરટેલ અને વોડા આઈડિયાના શેર પર દબાણનું કારણ એજીઆર પેમેન્ટ કેસ પણ છે. આ નાણાકીય વર્ષના અંત સુધીમાં, ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછા 12,921 કરોડ રૂપિયા એજીઆર બાકીના રૂપે ચૂકવવા પડશે. તેમાંથી 80 ટકા રકમ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને ચૂકવવાની રહેશે. રિલાયન્સ જિયો એકમાત્ર એવી કંપની છે જેમાં કોઈ એજીઆર બાકી નથી.
- ગાંધીનગર: રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, સીએમ રૂપાણી અધ્યક્ષતામાં વિધાનસભા ખાતે યોજાશે
- તાજમહેલમાં ધમાકાની ધમકી પછી તપાસ, નથી કોઈ બોમ્બ, કોલ કરવા વાળા શખ્સની ધરપકડ
- T-20 / વેસ્ટ ઇન્ડિઝના આ ધાકડ બેટ્સમેને 1 ઓવરમાં ફટકારી 6 સિક્સર, વીડિયો જોઇને યુવરાજ સિંહની યાદ આવી જશે
- સૌથી મોટા સમાચાર: ગુજરાતના પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી સહિત પરિવારના 4 સભ્યો કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં સારવાર હેઠળ
- PM Awas Yojana: હજુ સુધી નથી મળી સબસિડી તો આ છે કારણ! આટલી ભૂલો સુધારી લેશો તો મળશે યોજનાનો લાભ