GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

Jioના ધડાકા બાદ Vodafone-Idea-Airtelએ લીધો મોટો નિર્ણય, ગ્રાહકોએ કૉલિંગ માટે એક્સ્ટ્રા ચાર્જ….

airtel 4g hotspot

Jioએ તાજેતરમાં કરેલી ઘોષણાથી કંપનીના નેટવર્કથી હવે અન્ય નેટવર્ક પર ફ્રી કૉલિંગ નહી રહે. એટલે કે જિયોના ગ્રાહકોએ હવે અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે નવુ ટોપ-અપ રિચાર્જ કરાવુ પડશે. તે બાદ હવે વોડાફોન-આઇડિયા લિમિટેડે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વોડાફોન-આઇડિયા નેટવર્કની બહાર કરવામાં આવેલા કૉલ માટે યુઝર્સ પાસે અલગથી બિલિંગ કરાવાનો અમારો કોઇ ઇરાદો નથી. આ જ રીતે એરટેલે પણ સ્પષ્ટતા કરી છે કે કંપની કોઇ વધારાનો ચાર્જ નહી વસૂલે.

વોડાફોને IUC પર જિયોના નિર્ણય બાદ ગુરુવારે એક ટ્વિટ દ્વારા જણાવ્યું કે કંપની પોતાના ગ્રાહકો પાસેથી અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે ચાર્જ નહી લે. કંપનીએ જણાવ્યું કે અમે જે વચન આપ્યું હતું અમે તેના પર કાયમ છીએ. ગ્રાહક વોડાફોન અનલિમિટેડ પ્લાન્સ પર ફ્રી કૉલ્સનો લાભ લઇ શકે છે.

વોડાફોને જણાવ્યું કે અમે અમારા ગ્રાહકો પર આ કામનું ભારણ નાંખવા  નથી માંગતા કે દર વખતે તેઓ તે ચેક કરે તે કૉલ ઑફ નેટ કરવામાં આવી રહ્યો છે કે ઑન નેટ. વોડાફોન-આઇડિયાએ જણાવ્યું કે એક ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર દ્વારા અન્ય નેટવર્ક પર કૉલ કરવા પર IUC ચાર્જ વસૂલવાનો નિર્ણય ફક્ત અયોગ્ય ઉતાવળનું પરિણામ છે અને સાથે જ તે હકીકતને પણ સામે નથી લાવતો કે ઇંટરકનેક્ટ ઓપરેટર્સ વચ્ચે પરસ્પર સેટલમેન્ટનો હિસ્સો છે અને તેને ગ્રાહકો માટે કિંમત નક્કી કરવા સાથે કોઇ લેવા-દેવા નથી.

આ જ રીતે એરટેલે પણ એક યુઝરને રિપ્લાય કરતાં કહ્યું કે કંપનીના અનલિમિટેડ પેક્સ કૉલિંગ માટે હકીકતમાં અનલિમિટેડ જ રહેશે. યુઝર્સ અનલિમિટેડ પેક્સમાં ભારતમાં ક્યાંય પણ ફ્રી લોકલ, સટીડી અને રોમિંગ કૉલ્સનો ફાયદો લઇ શકે છે. તેના માટે કંપની કોઇ એડિશનલ ચાર્જ નહી લે.

જણાવી દઇએ કે રિલાયન્સ જિયોએ 9 ઓક્ટોબરે ઘોષણા કરી કે 10 ઓક્ટોબરથી ગ્રાહકોએ કોઇ અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે 6 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ ચુકવવો પડશે. સાથે જ કંપનીએ 10 રૂપિયાની શરૂઆતની કિંમતથી ટૉપઅપ પેક્સ પણ લૉન્ચ કર્યા છે.

Read Also

Related posts

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડ વિકી જૈને ભર્યું આ પગલું

Arohi

CBDT એ આપ્યા ખુશીના સમાચાર, આ ફંડ્સમાં રોકાણ કરવાથી મળેલા નફા પર પ્રથમ વખત મળશે ટેક્સ છૂટ!

Ankita Trada

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વકાર યુનુસે પણ મહેન્દ્રસિંહ ધોનીની કરી આવી પ્રશંસા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!