GSTV
Gujarat Government Advertisement

ભારતીય Airtel ભરાશે? પ્લાન સહિતની આ વિગતો માંગશે TRAI

Last Updated on May 3, 2019 by Arohi

ટેલિકોમ ઉદ્યોગના નિયમનકાર દ્વારા ભારતી એરટેલ પાસેથી પ્લાન સહિતની વિગતો માંગવામાં આવશે. આ વિગતોમાં કંપનીએ જે બેઝ પ્લાન પર સેગમેન્ટે ઓફર કરી હતી અથવા ચોક્કસ ગ્રાહકોને કન્સેશન્સ આપ્યાં હતાં તેનો સમાવેશ થાય છે. ભારતી એરટેલ પાસે જે વિગતો માંગવામાં આવી હતી, તે તેણે જમા કરાવી નથી.

કંપનીએ જે લિન્ક્ડ પ્લાન્સમાં કન્સેશન્સ આપ્યાં હતાં તેની વિગતો માંગીશું. અમે કંપની પાસે આવી વિગતો માંગીશું, જે તેમની બિલિંગ સિસ્ટમમાં તાત્કાલિક ઉપલબ્ધ હોય છે. નિયમનકાર વોડાફોન આઇડિયા અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમનો ડેટા ચકાસતી વખતે તેમના એક્ઝિક્યુટિવ્સને બોલાવશે. એમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.

અમે વિવિધ કંપનીઓની સેગમેન્ટેડ ઓફર્સની વિગતોની ચકાસણી કરતી વખતે જે-તે કંપનીના એક્ઝિક્યુટિવ્સને બોલાવીશું.

રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે ગયા સપ્તાહે સેગમેન્ટેડ ઓફર્સની માહિતી જમા કરાવી હતી જ્યારે વોડાફોન આઇડિયાએ મર્જરનું કારણ આપીને વધુ ૧૫ દિવસ માંગ્યા હતા. સુનિલ મિત્તલની ભારતી એરટેલે માત્ર પ્રાઇઝ પોઇન્ટ્‌સ અને સેગમેન્ટેડ ઓફર્સ લેનારા ગ્રાહકોની સંખ્યાની વિગતો પૂરી પાડી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!