ટીવી શોની જાણીતી કોમેડિયન ભારતીસિંહ અત્યારે તેની અન્ય પ્રવૃત્તિ માટે ચર્ચામાં છે. ગયા સપ્તાહે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ તેના ઘરે દરોડો પાડીને ગાંજો પકડ્યો હતો અને તેની તથા તેની પતિ હર્ષની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેને જામીન મળી ગયા હતા. એનસીબી દ્વારા હજી પણ આ કેસની તપાસ ચાલી રહી છે. એનસીબીએ એ ડ્રગ પેડલરને ઝડપી લીધો હતો જે ભારતીને ડ્રગ્સ પહોંચાડતો હતો. હવે આ કેસમાં તપાસ તો ચાલી રહી છે પરંતુ જામીન મળી જતાં ભારતીને રાહત છે અને તે ખુદ પણ આ બાબત સારી રીતે જાણે છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.

પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં ગણપતિ ભગવાનનો ફોટો પોસ્ટ કર્યો
ભારતીએ જામીન મળ્યા બાદ સૌ પહેલા ભગવાન ગણપતિને યાદ કર્યા હતા. તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં ગણપતિ ભગવાનનો ફોટો પોસ્ટ કર્યો છે અને બેકગ્રાઉન્ડમાં ભગવાનની આરતી પણ ચાલી રહી છે. આ ફોટો સાથે ભારતીએ બે હાથ જોડતી ઇમોજી પણ મૂકી છે. આ શેર કરતા સ્પષ્ટ થાય છે કે ભારતી પોતાને મળેલી રાહત માટે ભગવાનનો આભાર માની રહી છે. ભારતી અને હર્ષને જામીન મળી જતાં બંનેએ વિજયની સાઇન કરતો ફોટો પોસ્ટ કર્યો છે. ફોટો પરથી ખ્યાલ આવી જાય છે કે તેઓ જામીનથી ખૂબ જ ઉત્સાહિત છે.
આ કેસમાં રાહત મળી છે અને તેઓ પોતાની કરિયર પર ફોકસ કરી શકે
હવે બંનેને હાલ પૂરતો તો આ કેસમાં રાહત મળી છે અને તેઓ પોતાની કરિયર પર ફોકસ કરી શકે છે. હર્ષના નવા પ્રોજેક્ટ સામે આવ્યા નથી પરંતુ ભારતી હાલમાં કપિલ શર્માનો શો કરી રહી છે. એવી પણ અટકળ થઈ રહી છે કે આ ઘટના બાદ કપિલ શર્મા શોમાંથી ભારતીને બહાર કરી દેવાય તેવી શક્યતા છે. જોકે હાલ તો તે શોનો હિસ્સો છે અને તે ટૂંક સમયમાં જોવા મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….