GSTV

Corona Vaccine : જાણો ભારત બાયોટેકની વૈક્સિનનું ટ્રાયલ યૂપીમાં ક્યારથી થશે શરૂ, કરાઈ રહી છે આ તૈયારી

ભારતમાં કોરોના વાયરસની વૈક્સિનનું ટ્રાયલ જોરશોરથી ચાલી રહ્યું છે. કોરોના વૈક્સિન COVAXIN ત્રીજા ચરણના ટ્રાયલમાં ઉત્તરપ્રદેશમાં જલ્દી જ શરૂ કરવામાં આવશે યૂપી સરકારની જાહેરાત બાદ લખનૌ અને ગોરખપુરમાં ઓક્ટોબરના મહિનામાં કોવૈક્સિનના ત્રીજા ફેઝનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના પ્રધાન સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, ભારત બાયોટેકની વૈક્સિન COVAXINના ત્રીજા ચરણનું ટ્રાયલ ઓક્ટોબરથી લખનૌ અને ગોરખપુરમાં શરૂ થશે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચમાં આ વૈક્સિન માટે ભારત બાયોટેક સહયોગ કરી રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ગુરૂવાર સુધી રાજ્યમાં કોરોના વાયરસથી 61698 એક્ટિવ કેસ છે. જેમાં 3,02,689 લોકો સ્વસ્થ થઈને ઘરે જઈ ચુક્યાં છે. જ્યારે 5299 લોકોના મોત નીપજ્યાં છે.

આ વચ્ચે ભારત બાયોટેકે વોશિંગટન યુનિવ્સિટી સ્કુલ ઓફ મેડિસિનની સાથે એક લાઈસેંસિંગ એગ્રીમેન્ટ માટે કરારની જાહેરાત કરી છે. કંપનીએ WUSMની સાથે કોરોનાના સિંગલ ડોઝ ઈન્ટ્રાનૈસલ વૈક્સિન માટે કરાર કર્યો છે. તે સાથે જ ભારત બાયોટેકને અમેરિકા, જાપાન અને યુરોપને છોડીને બાકી તમામ દેશોના બજારોમાં પોતાની વૈક્સિન દેવાનો અધિકાર મળી ગયો છે.

કંપનીએ જણાવ્યું કે, આ વૈક્સિનના પહેલા ચરણનું ટ્રાયલ સેંટ લુઈસ વિશ્વવિદ્યાલયની યૂનીટમાં થશે. જ્યારે રેગુલેટરી મંજૂરી મળ્યા બાદ ભારત બાયોટેલ પોતાના આગળના ચરણોને ક્લિનિકલ ટ્રાયલ ભારતમાં પણ કરશે. કંપની હૈદરાબાદના જિનોમ વૈલિ સ્થિત પોતાની જીએમપી ફૈસિલિટીમાં વૈક્સિનને મોટા પ્રમાણમાં ઉત્પાદન કરશે.

ભારત બાયોટેકના ચેરમૈન અને પ્રબંધ નિદેશક ડોક્ટર કૃષ્ણા અલ્લાએ કહ્યું કે, અમે આ વૈક્સિનની એક અરબ ડોઝ તૈયાર કરીશું. ઈન્ટ્રાનૈસલ વૈક્સિનને ન તો લગાવવામાં સરળતા રહેશે પરંતુ તેનાથી મેડિકલ ખર્ચો પણ બચશે.

તેણે કહ્યું કે, વાયરલ વૈક્સિન, ઉત્પાદન ક્ષમતાઓ અને વિતરણમાં અમારો ઘણો અનુભવ છે. અમને આશા છે કે, અમે એક સુરક્ષિત, પ્રભાવી અને સસ્તી વૈક્સિન બનાવીશું. અમારી કોશિશ રહેશે કે તેને સમગ્ર દૂનિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવે.

Related posts

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!