GSTV
Ahmedabad Trending ગુજરાત

કોંગ્રેસ શુદ્ધિકરણ યજ્ઞ/ ભરતસિંહ પ્રપોત્રી કહેવાય તેવી યુવતી સાથે કરે છે વ્યભિચાર, વંદના પટેલે હવન કર્યો

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કોંગ્રેસ શુદ્ધિકરણ યજ્ઞ યોજાયો હતો. જેમાં કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા મહિલા નેતા વંદના પટેલે હવનનું આયોજન કર્યુ હતું. કોંગ્રેસના ઉચ્ચ હોદ્દા પર બેસી સંગઠનને નબળું કરનારા તથા કોંગ્રેસને જનસમર્થનની દુર લઇ જનારા વિચારો આસુરી શક્તિને નાબુદ કરવા હવન યોજવામાં આવ્યો હતો. ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે યોજાયેલા હવનમાં વંદનાબેન પટેલ યજમાન બન્યા હતા.


વંદના પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ વ્યભિચારી છે. હું જો કેટલીક વાતો ઉજાગર કરૂ તો ખળભળાટ મચી જાય તેમ છે. કેટલાક નેતાઓએ કોંગ્રેસની છબી ખરડી છે કાર્યકર્તાની મહેનત બાદ કેટલાક નેતા હારે તેવા ઉમેદવાર મુકે છે. મારી ખોટી ઓડીયો ક્લીપ બનાવવામાં આવી.

મે રેશ્મા સોલંકીનો સપોર્ટ કર્યો માટે મને સસ્પેન્ડ કરી મેં રાજીનામું નથી આપ્યું. મે આજે ભરતસિંહ સોલંકી સામે મોરચો માંડ્યો છે. તેમણે સતત પાર્ટીને નુકસાન કરવાનું કામ કર્યું છે. સસ્પેન્ડ કરવા હોય તો ભરતસિંહને સસ્પેન્ડ કરવા જોઇંએ તેઓ પ્રપોત્રી કહેવાય તેવી યુવતી સાથે વ્યભિચાર કરે છે. પક્ષના બધા નેતા બધુ જાણે છે જગદીશ ભાઇ પણ બધું જાણે છે પણ દબાયેલા છે. હુ આ મુદ્દે રાહુલ ગાંધીને સોનિયા ગાંધીને રજુઆત કરીશ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV