GSTV
Gujarat Government Advertisement

શરીરનું ટેમ્પરેચર વધુ હોવા છતાં ભરતસિંહ સોલંકી અંબાજી મંદિરમાં પ્રવેશ્યા હતા, હવે નીકળ્યા કોરોના પોઝીટીવ

Last Updated on June 22, 2020 by Mansi Patel

કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ તે પહેલા ભરતસિંહ સોલંકીની બેદકારી સામે આવી છે. ભરતસિંહ 15 જુને અંબાજી દર્શન કરવા ગયા હતા. અંબાજી મંદિરમાં પ્રવેલ કરતા પહેલા તેનું ટેમ્પ્રેચર ચેક કરવામાં આવ્યું હતુ. હેલ્થના કર્મચારીએ ટેમ્પરેચર વધુ આવતા રોક્યા પણ હતા. અને ત્યાં થોડી વાર બેસવા માટે પણ કહ્યું,પરંતુ ભરતસિહ સોલંકી ન માન્યા અને દર્શન કરવા મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ભરતસિંહ સાથે દાંતાના ધારાસભ્સ કાંતિભાઈ ખરાડી પણ હતા. આ દ્રશ્યો ભરતસિંહ સોલંકી અને જિલ્લા વહિવટી તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે. હવે સવાલ એ છે કે અંબાજીમાં દર્શન કરતા સમયે ભરતસિંહના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતુ.

અમદાવાદ શહેરમાં જીવલેણ વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં સૌથી મોટો ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી સમયે ભરતસિંહ અને કોંગ્રેસના અનેક કદાવર નેતાઓ એક સાથે ઘણા દિવસોથી હતા.

ભરતસિંહનો રિપોર્ટ પોઝિટીવ આવતાં કોંગ્રેસમાં હડકંપ મચી ગયો

હવે ભરતસિંહનો રિપોર્ટ પોઝિટીવ આવતાં કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસનાં ભરતસિંહ સોંલકીનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસનાં તમામ નેતાઓ ચિંતામાં મુકાયા છે, ગત 19 તારીખે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ ચૂંટણીમાં તમામ પક્ષોનાં મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા.

ભરતસિંહને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

કોરોના પોઝિટીવ આવતાં ભરતસિંહને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. કોંગ્રેસના વધુ એક નેતાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં કોંગ્રેસમાં પણ ફફડાટ મચ્યો છે. ગઈકાલે તબિયત બગડતાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જે આજે પોઝિટીવ આવ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ૨૫માં પ્રમુખ હતાં. આ ઉપરાંત તેઓ ભારત દેશની ૧૪મી લોકસભાના સભ્ય રહી ચુક્યા છે. તેમણે વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ગુજરાત રાજ્યના આણંદ સંસદીય મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પિતા માધવસિંહ સોલંકી પણ રાજકારણમાં લાંબી કારકિર્દી ગુજારી ચુક્યા છે. ભરતસિંહ સોલંકી યુપીએ – ૨ સરકાર દરમિયાન કેબિનેટમાં પેયજળ અને સેનિટેશન મંત્રી પણ રહી ચુક્યા છે. આ અગાઉ તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં રાજ્ય કક્ષાના ઉર્જામંત્રી રહી ચુક્યા છે. તેઓ વર્ષ ૨૦૦૪થી ૨૦૦૬ દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પણ રહી ચુક્યા છે.

૨૦૦૪ અને ૨૦૦૯માં બે વખત આણંદ લોક સભાની બેઠક જીત્યા બાદ ૨૦૧૪માં તેઓ ભાજપના દિલિપભાઇ પટેલ સામે ચૂંટણીમાં હારી ગયા હતા. હાલમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ભરતસિંહે જીતવા માટે એડીચૌટીનું જોર લગાવ્યું હતું. જોકે, ભાજપના રાજકીય દાવપેચથી તેમને હારનો સામનો કરવો પડ્યો છે. ભરતસિંહ ઘણા સમયથી રાજ્યસભાની ચૂંટણીને લઇને દોડાદોડી કરી રહ્યાં હતા. હાલમાં ભરતસિંહને કોરોના પોઝિટીવ આવતાં તેમની સાથે રહેતા નેતાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

CBSE ધોરણ 12નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષના દેખાવના આધારે અપાશે, કેન્દ્રની ફોર્મ્યુલાને સુપ્રીમની મંજૂરી

pratik shah

CBSE ફોર્મ્યુલાથી નુકસાન થાય તેમ હોવાથી સરકારે પેટર્ન બદલી, ધો.૧૨ના પરિણામમાં ધો.૧૦ના 50 અને ધો11ના 25 ટકા ગણાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!