GSTV

વિખવાદ/ માધવસિંહના બંગલાના વેચાણના સોદામાં ભરતસિંહ સોલંકીની મુશ્કેલીઓ વધી, બહેને વારસાઇ હક્ક માટે નોટિસ ફટકારી

માધવસિંહ

Last Updated on September 1, 2021 by Bansari

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ગાંધીનગર સ્થિત બંગલો વિવાદમાં આવી ગયો છે. આ બંગલાના વેચાણના સોદામાં ભાઇ સામે બહેને વારસાઇ હક્ક માગી જાહેર ચેતવણી આપી છે અને કહ્યું છે કે મારી જાણ બહાર મકાનનો સોદો થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. મારો પણ આ મકાનમાં ભાગ છે અને મને જાણ કરવામાં આવી નથી. આ જાહેર નોટીસ માધવસિંહ સોલંકીની પુત્રી અલકા પટેલે પાઠવી છે. તેણીએ વકીલ મારફતે આ નોટીસ આપી છે.

મારી જાણ બહાર મકાનનો સોદો થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે : અલકા પટેલે વકીલ મારફતે જાહેર ચેતવણી પાઠવી 

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 9મી જાન્યુઆરી 2021માં અવસાન થયું હતું. તેમના અવસાન પછી ગાંધીનગરના સેક્ટર19માં આવેલા બંગલા માટે વિવાદ ઉભો થયો છે. પુત્રી અલકા પટેલે વકીલ મારફતે અખબારમાં નોટીસ પ્રસિદ્ધ કરાવી ચેતવણી આપી છે કે આ વારસાઇમાં તેનો ભાગ છે. મારી જાણ બહાર કોઇ વ્યક્તિ આ મકાનનો સોદો કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

માધવસિંહ

નોટીસમાં તેણીના વકીલે લખ્યું છે કે પોતાનો હક્ક ડૂબાડવાનો પ્રયાસ કરતાં બાકીના ભોગવટદારોએ મકાન વેચવાનો પ્રયાસ કર્યો છે જે ગેરકાયદે છે. આ મકાનમાં ભરતસિંહ સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી અને અલકા પટેલ પણ ભોગવટો ધરાવે છે. અલકા પટેલે નોટીસમાં આરોપ મૂક્યો છે કે મકાનનો સોદો તેની જાણ બહાર કરી નાંખવામાં આવ્યો છે.

અલકા પટેલે એડવોકેટ અવનીધર એમ ઠાકોર મારફતે આ નોટીસ આપી છે જેમાં કહ્યું છે કે પોતાની જાણ બહાર લખાણ, કરાર કે વ્યવહાર કરવો નહીં. જો તેમ થશે તો અલકા પટેલ બંધનકર્તા રહેશે નહીં. નોટીસ પરથી લાગે છે કે અલકા પટેલે તેમના ભાઇ ભરતસિંહ સોલંકી પર આરોપ મૂક્યો છે તેની જાણ બહાર હિસ્સો દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

ભરતસિંહની મુશ્કેલીઓ ઓછી થતી નથી….

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની મુશ્કેલીઓ ઓછી થતી નથી. પહેલાં પત્ની રેશમા પટેલ સાથેનો વિવાદ સામે આવ્યો હતો અને બન્નેએ એક બીજા સામે જાહેર નોટીસ આપી હતી. હવે ભરતસિંહના પિતા સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની સંપત્તિનો વિવાદ સામે આવ્યો છે. તેમના બહેન અલકા પટેલે આવી જાહેર ચેતવણી આપી છે.

Read Also

Related posts

Big Breaking / શું ગુજરાતમાં વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી? સાઉથ આફ્રિકાથી જામનગર પરત ફરેલો શખ્સ કોરોના પોઝિટિવ

Zainul Ansari

શાબાશ ગુજરાત! રાજ્ય બન્યું દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરીંગ હબ, મહારાષ્ટ્રને પછાડીને નંબર વન નો તાજ મેળવ્યો

pratik shah

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!