કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી વિવાદમાં આવ્યા છે. તેમણે ધોળકામાં આયોજિત કાર્યક્રમમાં અયોધ્યા રામ મંદિર મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે જણાવ્યુ કે, ભાજપ સરકારે રામ મંદિરના નામે ભગવાનનો ઉપયોગ રાજકારણમાં કર્યો છે. ભાજપે રામના નામે છેતરપિંડી કરી છે. એટલે રામને છેતરનારા આપણને કેમ ન છેતરે.

શિલા પર શ્વાન પેશાબ કરી ગયા
રામ મંદિર માટે ઉઘરાણું કરવા નીકળ્યા પરતું શિલા પર શ્વાન પેશાબ કરી ગયા. જેની જરાક પણ ચિંતા કરવામાં ન આવી. ભાજપે રામ મદિરમાં આવેલા ફાળોનો હિસાબ આપ્યો નથી. બજેટમાં પૈસાની જોગવાઈ કરવામાં આવી છે તેમ છતાં ઉઘરાણું કરવામાં આવી રહ્યુ છે.
READ ALSO
- સિંગાપોર રિપબ્લિકના ભારત સ્થિત હાઈકમિશ્નરને મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાયબ્રન્ટ સમિટમાં જોડાવા આપ્યુ આમંત્રણ
- ભારત અને ચીન સરહદ પર હવે ટાટાની એન્ટ્રી, ભારતની આ યોજનાથી ચીનને લાગી શકે છે મોટો ઝટકો
- સુરત/ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ અને સ્વામી રામભદ્રાચાર્યના 75માં જન્મદિવસ નિમિતે યોજાયેલી યાત્રાના સ્વાગત સાથે 75 લાખનો ચેક અર્પણ કરાશે
- આજે વર્ષની છેલ્લી માસિક શિવરાત્રી, જાણો પૂજા વિધિ અને મહત્ત્વ
- ખેતીની જમીન, ફ્લેટ-ઘર, શેર-બોન્ડમાં મોટુ રોકાણ, કેટલા અમીર છે મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી