GSTV

જર્મનીની 29 વર્ષની યુવતી હોટલના સ્પામાં કરાવી રહી હતી મસાજ, એવું થયું કે…

હેરિટેજ હોટલમાં રોકાયેલી એક વિદેશી મહિલાએ મસાજ સેવા લેવાનું નક્કી કરી તેની નિયત ફી ચૂકવી હતી. આ સમયે જ હોટલકર્મીએ મસાજની આડમાં જર્મનીની મહિલા સાથે અશ્લિલ હરકત કરતાં આ મામલે હોબાળો મચી ગયો છે. આ ઘટના રાજસ્થાનના ભરતરપુરમાં કેવલાદેવ રાષ્ટ્રીય પક્ષી ઉદ્યાન ફરવા માટે આવેલી એક મહિલા સાથે ઘટી છે. અહીં હોટલના કર્મચારીએ કરેલી આ હરકતને પગલે હોટલ સંચાલકો પણ ચોંકી ગયા છે. ઘણી વિદેશી મહિલાઓ આ હોટલમાં મસાજ માટે આવે છે. જેઓ બહાર ફરીને આવ્યા બાદ થાક ઉતારવા માટે મસાજ કરાવતી હોય છે.

મહિલાએ ફોન કરી પોલીસને બોલાવી

રાજસ્થાનના ભરતપુરમાં હેરિટેજ હોટલમાં રોકાયેલી જર્મનીની એક મહિલા સાથે હોટલના કર્મચારીએ અશ્લિલ હરકત કરી છે. મહિલા હોટલમાં મસાજ કરાવવા માટે ગઈ હતી. આ ઘટના બદા મહિલાએ પોલીસને ફોન કરી હરકત કરનાર કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મહિલાની રજૂઆત બાદ તુરંત જ કાર્યવાહી કરી હતી.

જર્મનીની આ વિદેશી મહિલાની ફરિયાદ બાગ પોલીસે આ કેસમાં સંદીપકુમાર નામના હોટલ કર્મચારીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે. જર્મનીની આ ટુરિસ્ટ મહિલાની ઉંમર 29 વર્ષ છે. પોલીસે આ કેસમાં પીડિતા મહિલાનું નિવેદન લીધું છે. અત્રે નોંધવું એ પણ જોઈએ કે ભરતપુર સ્થિત વિશ્વ વિરાસત કેવલાદેવ રાષ્ટ્રીય પક્ષી ઉદ્યાન જોવા માટે વર્ષે હજારો ટુરિસ્ટ આવે છે અને તેઓ આ હોટલમાં જ રોકાતા હોય છે.

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!