GSTV

ભરતપુરમાં 5 મહિનાથી કોરોના સંક્રમિત છે મહિલા, સતત 31 વખત કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

કોરોના

રાજસ્થાનના ભરતપુરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલા ગત 5 મબિનાથી કોરોના સંક્રમિત છે. મહિલાની અત્યાર સુધીમાં 5 વખત તપાસ થઈ ચૂકી છે. અને તમામ ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. આ ચોંકાવનારો મામલો સામે આવતા સ્વાસ્થ્ય વિભાગ ચિંતામાં છે.

કોરોના

હકિકતમાં આ મામલો ભરતપુર જિલ્લાનો છે. અહીંના બઝેરા ગામમાં એક મહિલા 5 મહિના પહેલા એક આશ્રમ પહોંચી હતી. આશ્રમ દ્વારા મહિલાની કોરોની તપાસ કરાવવામાં આવી. જેમાં તે સંક્રમિત મળી. ત્યાર બાદ તેને ઈલાજ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવી. મહિલા 5 મહિનાથી સતત ક્વોરન્ટાઈનમાં છે.

આશ્ચર્યની વાત છે કે અત્યાર સુધીમાં મહિલાની 31 વાર તપાસ થઈ ચૂકી છે. અને તમામ રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. 5 મહિનાથી સતત કોરોના સંક્રમિત થવા અને 31 રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જીલ્લા પ્રશાસન પણ ચિંતિત છે. મહિલાને હવે જયપુર રેફર કરવાની તૈયારી થઈ રહી છે.

કોરોના

મહિલાનો હોમ્યોપેથિક રીતે ઈલાજ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી ડો. કેપ્ટન સિંહે કહ્યું કે, આ પ્રકારનો મામલો પહેલા પણ બયાનાના એક છોકરામાં જોવા મળ્યો હતો. તેનો રિપોર્ટ સતત 13 વખત કોરોના પોઝિટીવ આવ્યો છે.  

કોરોના

તેમનું કહેવું છે કે, ઘણી વખત આ વાયરસ અંદર રહી જાય છે અને જ્યાં સુધી આ વાયરસ બોડીની અંદર રહેશે ત્યાં સુધી માણસ કોરોના પોઝિટીવ આવશે.

કોરોના

આશ્રમ ના નિર્દેશકે જણાવ્યું કે, મહિલાનો કોરોના તપાસનો પહેલો રિપોર્ટ 4 સપ્ટેમ્બરે પોઝિટીવ આવ્યો હતો. અને ત્યારથી જ તેની 5 મહિનામાં 31 વાર તપાસ થઈ ચૂકી છે. પરંતુ તમામ રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. મહિલાને હવે 15 દિવસ બાદ ઈલાજ માટે જયપુર મોકલવામાં આવશે.

READ ALSO

Related posts

કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

Mansi Patel

સરકારનો મોટો નિર્ણય/ હવે મુસાફરોને નહીં મળે રેલવેમાં બનેલું ખાવાનું, મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ થશે રદ

Karan

કામના સમાચાર/ શું તમે પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે મોટો ફાયદો

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!