GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

વિશેષ બેઠક / સમાન વીજ દર મામલે ખેડૂતો લડી લેવાના મૂડમાં, સરકાર મચક નહીં આપે તો ઉગામશે આ હથિયાર

ખેડૂતો

રાજ્યમાં ખેડૂતોની કફોડી છે. ચૂંટણી ટાણે ખેડૂતોને રિઝવવા મોટી-મોટી વાતો કરવામાં આવે છે. આવક બમણી કરવાના વાયદા કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ જગતના તાતને નેતાઓ ભૂલી જતા હોય છે. પોતાની માગ પૂરી કરાવવા માટે ખેડૂતોએ પ્રદર્શનો, આંદોલનો કરવા પડે છે.

ખેડૂતો

છતાંય મોટી ચામડીના નેતાઓ પર તેની કોઈ અસર થતી નથી. ત્યારે રાજ્યમાં સમાન વીજ દરને લઈને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આ મામલે હવે ભારતીય કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે.

ભારતીય કિસાન સંઘે વિશેષ બેઠક બોલાવી

ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘે વિશેષ બેઠક બોલાવી. સમાન વીજ દર મામલે ભારતીય કિસાન સંઘે બેઠકનું આયોજન કર્યું હતુ. છેલ્લા 6 માસથી સરકાર સમક્ષ વીજ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે.

ખેડૂતો

સરકાર હકારાત્મક જવાબ ન આપતા કિસાન સંઘે ધરણા શરૂ કર્યા હતા. જો કે ધરણા કર્યા બાદ પણ સરકારે હકારાત્મક વલણ ન દાખવતા કિસાન સંઘે વિશેષ બેઠક બોલાવી હતી. આ બેઠકમા રણનીતિ તૈયાર થયા બાદ ભારતીય કિસાન સંઘે ગાંધીનગર ખાતે આંદોલન કરવાનું નક્કી કર્યું છે.

Read Also

Related posts

મોટી દુર્ઘટના/ અરુણાચલપ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માની પલ્લીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી

pratikshah

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah
GSTV