GSTV
Home » News » VIDEO: પશ્વિમ બંગાળના હાવડામાં નમાઝના વિરોધમાં રસ્તા વચ્ચે કર્યો હનુમાન ચાલીસાનો પાઠ

VIDEO: પશ્વિમ બંગાળના હાવડામાં નમાઝના વિરોધમાં રસ્તા વચ્ચે કર્યો હનુમાન ચાલીસાનો પાઠ

પશ્વિમ બંગાળમાં  TMC અને BJP વચ્ચેનો વિવાદ પુરો થવાનું  નામ જ નથી લઈ રહ્યો. રોજ કોઈને કોઈ મુદ્દાઓને લઈને બંને દળોનાં કાર્યકર્તાઓ સામ-સામે આવી જાય છે. હવે હાવડાનો એક મામલો સામે આવ્યો છે. અહીં ભારતીય યુવા મોર્ચાએ રસ્તા વચ્ચે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.

એવું કહેવાય છેકે, રસ્તાઓ ઉપર નમાઝ પઢવાના વિરોધને લઈને આ પગલા ભર્યા હતા. બીજેપી કાર્યકર્તાઓનું કહેવું છેકે, તેમણે આ આયોજન રસ્તાઓ રોકીને નમાઝ અદા કરવાના વિરોધમાં કર્યુ છે. મંગળવારે બીજેપી કાર્યકર્તાઓએ આ આયોજન હનુમાન મંદિરની પાસે રસ્તા પર કર્યુ હતુ. ભારતીય જનતા યુવા મોર્ચાએ હાવડામાં વીજળી ખલની પાસે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

ભાજયુમો અધ્યક્ષનું કહેવું છેકે, પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારના રાજમાં કોઈ પણ મુખ્ય માર્ગને રોકીને શુક્રવારની નમાઝ અદા કરવામાં આવે છે. જેને કારણે લોકોને બહુજ હાલાકીનો સામનો કરવો પડે છે.  મમતા બેનર્જીનાં રાજમાં ગ્રાંટ ટ્રક રોડ અને અન્ય મુખ્ય માર્ગોને શુક્રવારે નમાઝ માટે બંધ કરી દેવામાં આવે છે. જેને કારણે લોકોને હોસ્પિટલ પહોંચવામાં તકલીફ પડે છે.

દર્દીઓનાં મોત થઈ જાય છે. લોકોને ઓફિસે પહોંચવામાં તકલીફ પડે છે. આ બધુ ચાલુ રહેશે ત્યાં સુધી  અમે પણ મંગળવારે હનુમાન મંદિરોની પાસે રસ્તાઓ ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરીશું. ઉલ્લેખનીય છેકે, પાછલા વર્ષે હરિયાણાના ગુરુગ્રામમાં પણ અમુક હિંદુ સંગઠનોએ ખુલામાં નમાઝનો વિરોધ કરતાં પ્રદર્શન કર્યા હતા. આ દરમ્યાન તેમણે કથિત રીતે “જય શ્રી રામ”, રાધે રાધે અને બાંગ્લાદેશી પાછા જાઓનાં નારા લગાવ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

કર્ણાટકનો કિલ્લો જીતવા ભાજપ તત્પર, યેદિયુરપ્પા ગુરૂવારે CM પદનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!