GSTV
Home » News » ભાજપના આ કદાવર નેતાએ રામમંદિર મામલે દોષનો ટોપલો ઢોળ્યો કોંગ્રેસ પર

ભાજપના આ કદાવર નેતાએ રામમંદિર મામલે દોષનો ટોપલો ઢોળ્યો કોંગ્રેસ પર

દિલ્હીના રામલિલા મેદાનમાં પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધતી વેળાએ ભાજપ પ્રમુખ અમિત શાહે રામ મંદિરનો મુદ્દો છેડયો હતો. ભાજપની નેશનલ કાઉન્સિલની બેઠકમાં અમિત શાહે કહ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વૈચારિક યુદ્ધની છે.

બે વિચારધારા આમને સામને ઉભી છે. સાથે શાહે દાવો કર્યો હતો કે ભાજપ ઇચ્છે છે કે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવે. હાલ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે ઝડપથી આ મામલે સુનાવણી પુરી કરવામાં આવે. અમે કહ્યું છે કે બંધારણીય રીતે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે. જોકે કોંગ્રેસ અમારા આ પ્રયાસોમાં વચ્ચે અડચણ ઉભી કરી રહી છે તેવો આરોપ અમિત શાહે લગાવ્યો હતો.

અમિત શાહે કહ્યું હતું કે મોદીની સાથે ૧૯૮૭થી કામ કરી રહ્યો છું. ભાજપ પાસે બે કરોડથી વધીને હવે નવ કરોડ કાર્યકર્તાઓ થઇ ગયા છે. આજે ભાજપનું નેતૃત્વ સૌથી વધુ સારુ છે જે અમને આવનારી ચૂંટણીમાં જીત અપાવશે. નવા ભારતની કલ્પના માત્ર નરેન્દ્ર મોદીની નથી પણ દેશના લાખો યુવાઓની છે. 

મોદી સીવાય આ દેશમાં કોઇ અન્ય નેતા મજબુત સરકાર નહીં આપી શકે. સવર્ણોને ૧૦ ટકા અનામતના બિલને અમિત શાહે ઐતિહાસિક ગણાવ્યું હતું સાથે નોટબંધીના વખાણ કર્યા હતા. શાહે દાવો કર્યો હતો કે નોટબંધીથી બનાવટી કંપનીઓ પર લગામ લગાવવામાં આવી. આગામી લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ગત લોકસભા કરતા વધુ બેઠકો જીતશે, ૭૩નો આંકડો પાર કરીને ૭૪ બેઠકો જીતશે.

અમિત શાહે દાવો કર્યો હતો કે સવર્ણોને ૧૦ ટકા અનામત મળશે અને આમ થવાથી નોકરીઓ અને શિક્ષણમાં યુવાઓને વધુમાં વધુ તક મળશે. કોંગ્રેસે પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વચન આપ્યું હતું જોકે આ વચન માત્ર દેખાડા માટે જ હતું તેનો અમલ કોંગ્રેસે ક્યારેય નથી કર્યો. રફાલ વિવાદ અંગે સરકારનો બચાવ કરતા અમિત શાહે કહ્યું હતું કે રફાલ ડીલ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર જુઠા આરોપો લગાવ્યા છે.

ખુદ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી ટેક્સ મામલે જામીન પર છુટેલા છે. ભાજપ અધ્યક્ષે દાવો કર્યો હતો કે મોદી સરકારના શાસનમાં ટ્રિપલ તલાક, જીએસટી, હજ સબસિડી,નોટબંધી જેવા ૫૦ જેટલા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. અમે આ મુદ્દાઓને લઇને ચૂંટણી લડી રહ્યા છીએ જ્યારે વિપક્ષ માત્ર સત્તા મેળવવા માટે ચૂંટણી લડી રહ્યો છે.

Related posts

જ્યારે આ અધિકારીનું સાડા 6 કલાકમાં 6 વાર ટ્રાન્સફર થયુ હતુ ત્યારે…

Kaushik Bavishi

મહારાષ્ટ્રનાં રાજકારણમાં BJPની ફરી એન્ટ્રી, 145નાં આંકડા સાથે જઈશું રાજ્યપાલ પાસે : નારાયણ રાણે

pratik shah

નૌસેનાના 25 હજાર કરોડ રૂપિયાના સોદામાં ટાટા અને અદાણી સાથે ચાર ફર્મ શામેલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!