GSTV

મોદી સરકારના મંત્રી અકબર વિરુદ્ધના જાતીય શોષણના અારોપો મામલે અમિત શાહનો અાવ્યો જવાબ

મીટુ કેમ્પન બાદ વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે એમ. જે. અકબર વિરુદ્ધના જાતીય શોષણના આરોપોની તપાસ થશે. અમિત શાહે કહ્યુ છે કે જોવું પડશે કે કેન્દ્રીય પ્રધાન એમ. જે. અકબર સામે લગાવવામાં આવેલા આરોપોમાં કેટલી સચ્ચાઈ છે. તેમણે કહ્યુ છે કે એમ. જે. અકબર સામેના આરોપો સાચા છે કે ખોટા તેને ચકાસવું પડશે. જેમણે આરોપ લગાવ્યા છે. તેમની પોસ્ટની સત્યતાની ચકાસણી કરવી પડશે. તમે મારું નામ વાપરીને પણ કંઈપણ લખી શકો છો.

જો કે તેમણે તપાસની વાત કરતા કહ્યુ છે કે આના પર જરૂરથી વિચારવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નિવેદનને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે મીટુ અભિયાન બાદ આરોપોના ચક્રવ્યૂહમાં ઘેરાયેલા એમ. જે. અકબર પર ભાજપ હાઈકમાન્ડ તરફથી આ પહેલી પ્રતિક્રિયા છે. એમ. જે. અકબર પર આરોપ છે કે ઘણાં મીડિયા સંસ્થાનોમાં તંત્રી તરીકે કામ કરતી વખતે તેમણે ઘણી મહિલા પત્રકારો સાથે વાંધાજનક વર્તન કર્યું હતું. આ વિવાદમાં સંકેતો મળી રહ્યા છે કે ભાજપ એમ. જે. અકબર સામેના આરોપો મામલે ખાસી ગંભીર છે. જો કે અમિત શાહે પોતાની પ્રતિક્રિયામાં કહ્યુ છે કે કોઈપણ અસત્યાપિત આરોપો લગાવવા માટે સોશયલ મીડિયા એક પ્લેટફોર્મ બની શકે છે. જો કે તેમણે એ પણ સ્પષ્ટપણે કહ્યુ છે કે અકબર પર લગાવવામાં આવેલા આરોપો બાદ નકારાત્મક સંદેશો જઈ રહ્યો છે અને પાર્ટી આના સંદર્ભે ચિંતિત છે.

શુક્રવારે અકબર વિરુદ્ધ વધુ એક સોશયલ મીડિયા એકાઉન્ટ પરથી મીટૂ હેઠલ આરોપ લાગ્યો હતો. સોશયલ મીડિયા પર જાતીય શોષણના આરોપો મામલે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભાજપ અહસજ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે રવિવારે વિદેશ પ્રવાસ પરથી પાછા ફરી રહેલા વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર પર સૌથી તાજેતરનો આરોપ એક વિદેશી પત્રકારે લગાવ્યો છે.

વિદેશી મહિલા પત્રકારનો આરોપ છે કે એક મીડિયા સંસ્થાનમાં 2007માં ઈન્ટર્ન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મર્યાદા લાંઘતા તેમની સાથે જાતીય ગેરવર્તન કરવામાં આવ્યું હતું. વિદેશી મહિલા પત્રકારે આરોપ લગાવ્યો છે કે તેમણે તેમની શારીરિક મર્યાદાઓને લાંઘતા તેમના અને તેમના માતાપિતાનો ભરોસો તોડયો છે. પીડિતાનું કહેવું છે કે તેમના માતાપિતા 90ના દશકમાં દિલ્હીમાં વિદેશી સંવાદદાતા તરીકે કાર્યરત હતા અને તેઓ તેમના માધ્યમથી જ અકબરને મળ્યા હતા.

Related posts

મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

Ali Asgar Devjani

સંસદની પરામર્શ સમિતિમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર દલીલબાજી

Pravin Makwana

કોરોના વેક્સિન લગાવડાવ્યા બાદ ના કરતા આ ભૂલો, વધી શકે છે વાઈરસથી સંક્રમિત થવાનું જોખમ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!