GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ભાજપ કોર્પોરેટરે એક મહિલાને નાનપુરા માછીવાડ ખાતેના ઘરમાં નિર્વસ્ત્ર કરી માર માર્યાનો આરોપ

ભાજપ કોર્પોરેટર અને ટોળા સામે એક મહિલાને તેના નાનપુરા માછીવાડ ખાતેના ઘરમાં ઘૂસી નિર્વસ્ત્ર કરી માર મારવાનો આરોપ લાગ્યો છે.

કોર્પોરેટર અને તેના પરિવારે મહિલાને માર માર્યા બાદ તેને જાહેરમાં ઢસડી લાવીને ચારિત્ર્ય સંબંધી આક્ષેપો કરી ઢોર માર મારતા આખા શરીરે ઇજા પહોંચી હતી. ઘટના અંગે મહિલાએ પોલીસને ફરિયાદ કરી પણ રાજકીય દબાણને કારણે માત્ર અરજી જ લેવાઇ હતી. જેથી મહિલાએ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે.

માહિતી મુજબ નાનપુરા માછીવાડમાં રહેતા બીનીતાબેન ઉર્ફે કામિનીબેન ભગતના ઘરે ગુરુવારે તેમનો મિત્ર ખબર કાઢવા આવ્યો હતો. મહિલાના પરિવારના સભ્યો તે વેળા ઘરમાં હાજર નહોતા.

દરમિયાન આ સાથે જ ભાજપ કોર્પોરેટર પ્રવિણ કહાર તેમનો પુત્ર આશિષ, પત્ની, ત્રણ પુત્રીઓ, ભાણેજ અંકિત સહિતનું ટોળું  ધસી આવ્યું હતું. અને મહિલાના ચારિત્ર્ય પર આક્ષેપો કરીને ફટકા, પાઇપ, પેચીયા લઇને મહિલા અને તેના મિત્ર પર તૂટી પડ્યા હતા તેવો મહિલાએ દાવો કર્યો છે.

ઢોર માર મરાતા મહિલા કપડા ફાટી ગયા હતા અને નિર્વસ્ત્ર હાલતમાં તેને તેના ઘરથી મારતા મારતા મક્કાઇપુલ સુધી લઇ જવાઇ હતી. દરમિયાન અઠવા પોલીસને કોઇકે જાણ કરતા પોલીસ પહોંચી હતી અને તમામને અઠવા પોલીસ મથકે લઇ ગઇ હતી.

જો કે પોલીસ મથકમાં પણ મહિલાને મારવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેને ધમકીઓ અપાઈ હતી. પોલીસે પણ મહિલાની માત્ર અરજી લેતા છેવટે મહિલાએ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી ન્યાય માંગ્યો છે.

Related posts

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Nilesh Jethva

ખેડૂતો માટે રાહતના સમાચાર : ટુંકી મુદતના પાક ધિરાણ ભરવાની સમય મર્યાદા આટલા મહિના વધારવામાં આવી

Nilesh Jethva

આ અંતરિયાળ વિસ્તારમાં ત્રણ દિવસમાં માત્ર એક જ કલાક મળે છે પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!