GSTV
Home » News » પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે કરો અથવા મરોની સ્થિતિ

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે કરો અથવા મરોની સ્થિતિ

2019ની લોકસભા ચૂંટણી પહેલા આગામી મહિને યોજાઇ રહેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને સેમિફાઇનલ તરીકે જોવાઇ રહી છે. ચૂંટણી પંચે એમપી છત્તીસગઢ રાજસ્થાન મિઝોરમ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. ભાજપ માટે આ ચૂંટણી કરો અથવા મરો માટેની છે. જેમાં રાજસ્થાનનો રાજકીય કોયડો ઉકેલવો ભાજપ માટે પડકારજનક છે. તેવામાં પાંચ રાજ્યોમાંથી અંતિમ તબક્કામાં રાજસ્થાનમાં ચૂંટણી યોજાઇ તે ભાજપ માટે કદાચ ફાયદાનો સોદો સાબિત થઇ શકે છે.

ચૂંટણી પંચે જે પાંચ રાજ્યોમાં ચૂંટણીનું એલાન કર્યુ છે તેમાંથી 7 ડિસેમ્બરે અંતિમ તબક્કાની ચૂંટણી રાજસ્થાનમાં યોજાશે. જો કે આ વાત રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે માટે રાહતની વાત છે.

કારણ કે 2013 વિધાનસભા ચૂંટણી બાદ રાજસ્થાનમાં જેટલી પણ પેટાચૂંટણી યોજાઇ છે. તેમાં ભાજપને એક પણ જીત મળી નથી. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં અજમેર અલવર લોકસભા અને માંડલગઢ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં પણ ભાજપની હાર થઇ. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસે રેકોર્ડ જીત મેળવી. આ ત્રણેય બેઠક પહેલા ભાજપ પાસે હતી. વસુંધરા રાજેની વિરૂદ્ધ રાજ્યમાં સત્તા વિરોધી લહેર અને ભાજપની આંતરિક જૂથબંધી તેમજ જાતીય સમીકરણ ભાજપનો ખેલ સતત બગાડી રહ્યો છે. તેવામાં અંતિમ તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી હોવાથી ભાજપ માટે તૈયારી માટે પૂરતો સમય મળી રહ્યો છે. જે ભાજપ માટે સંજીવની સાબિત થાય શકે છે.

રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે. એટલે કે તેના 10થી 11 દિવસ પહેલા મધ્યપ્રદેશ અને છત્તીસઘમાં 20 દિવસ પહેલા ચૂંટણી યોજાઇ ચુકી હશે. જેથી ભાજપના તમામ નેતા આ રાજ્યોમાંથી પ્રચાર કાર્યપૂર્ણ કરીને રાજસ્થાન ઉપર ધ્યાન કેન્દ્રીય કરી શકે છે. જેથી ભાજપને પ્રચાર માટે નેતાઓની મોટી ટીમ મળી શકે છે.

તેવામાં સવાલ ઉઠે છે કે ચૂંટણી પંચ દ્વારા અંતિમ તબક્કામાં રાજસ્થાનની ચૂંટણી રાખવી તે ક્યાંક વસુંધરા રાજે માટે સંજીવની તો નથીને.

 

Related posts

સાવધાન! વાહન ચલાવતા સમયે ક્યારેય ન કરો આ 5 ભૂલ, કપાઈ જશે ભારે ભરખમ ચલણ

Ankita Trada

તેજપ્રતાપ યાદવના આ નિવેદનથી બિહારમાં ચૂંટણી પહેલા ઘમાસાણ

Nilesh Jethva

સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણીનો કરી દીધો ઇનકાર, વિવાદ થવાની પૂરી છે સંભાવના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!