GSTV

ભાજપની હાર બાદ શિવસેનાએ પ્રથમવાર રાહુલ ગાંધીના કર્યા વખાણ, જાણો મોદી, શાહ માટે શું કહ્યું

Last Updated on December 12, 2018 by Karan

હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ એનડીએમાં તેના સાથીપક્ષ શિવસેના પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ જીત માટે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વખાણ પણ કર્યા છે.

શિવસેનાએ ભાજપની હાર માટે મોંઘવારી, રોજગાર, નોટબંધી, અર્થવ્યવસ્થા, ખેડૂતો અને રામમંદિર જેવા મુદ્દાઓને કારણ ગણાવતા ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર જબરદસ્ત કટાક્ષ પણ કર્યા છે. મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકારોમાં ભાજપના સાથીપક્ષ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં પર લખાયેલા તંત્રીલેખમાં ભાજપ પર મોટા રાજકીય હુમલા કર્યા છે.

સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ગઢમાં હરાવીને જનતાએ ભાજપમુક્તનો સંદેશો આપ્યો છે. મોદી અને અમિત શાહનું કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું ભાજપશાસિત રાજ્યમાં જ ધૂળધાણી થઈ ચુક્યું છે. ભાજપને લાગ્યું હતું કે રાહુલ ગાંધી કાગળની જેમ છે. પરંતુ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અને અમિત શાહને કિનારે લગાવતા મેરિટમાં આવીને ચમકવા લાગ્યા છે.

સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે મોદીનો ઉદય અને ભાજપનો વિજય રથ જે રાજ્યોમાં શરૂ થયો હતો, તે રાજ્યોમાં જ ભાજપના વિજયરથનું પૈંડુ તૂટી ગયું છે. મોદીના બાલિશ નિવેદનો, નોટબંધી, અર્થવ્યવસ્થા, રોજગાર, મોંઘવારી, રામમંદિર બનાવવાનો વાયદા પૂર્ણ નહીં કર્યા બાદ પણ ભાજપને ભ્રમ હતો કે તેઓ ચૂંટણી જીતી જશે. પરંતુ ભાજપનો આવો ભ્રમ તૂટી ગયો છે.

સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે જનતાએ વિકલ્પની શોધમાં નહીં ફસાઈને, જે નથી જોઈતું તેને ઉખાડી ફેંક્યું છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે હવામાં ઉડી રહ્યા હતા. તેમને જનતાએ જમીન પર લાવી દીધા છે. મધ્યપ્રદેશમાં ખેડૂતો પર ગોળીઓ ચલાવી હતી. માટે ખેડૂતોના વોટથી ભાજપને મ્હાત મળી છે. ભાજપની ચાણક્ય નીતિને તોડીફોડીને કોંગ્રેસ વિજયી બની છે.

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન છે કે ચૂંટણીમાં હારજીત થતી રહે છે. જે જીતે છે. તેને અભિનંદન અપાય છે. પરંતુ ચાર રાજ્યોમાં પરિવર્તન લાવનારા નિડર મતદાતાઓનું તેઓ અભિનંદન કરે છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે ઈવીએમ, નાણાની લેણદેણ, ગુંડાગર્દી અને આનાથી પણ વિકલ્પ કોણ ? એવા ફાલતૂ સવાલોનમાં ગુંચવાયા વગર તેમને જે ન હતું જોઈતું તેને નકારી દીધું છે. ઉખાડીને પેંકી દીધા છે. આગળ શું થશે તે જોઈશું? આ જ અસલી હિંમત છે. મતદાતાઓની હિંમતે દેશને નવી દિશા દેખાડી છે. આ તમામ મતદાતાઓનું મનથી અભિનંદન કરું છું.

Related posts

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વિસ્ફોટક દાવો કે સિદ્ધુ જોડાવાના હતા આપમાં, હવે તે નહીં જોડાય કારણ કે…

pratik shah

ક્રિપ્ટોકરન્સી પર સરકારના પ્રતિબંધ પહેલા ટેક જાયન્ટ ઇન્ફોસિસના ચેરમેન બોલ્યા વિરોધી સૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!