આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની આજથી બેઠક મળશે.
અડાલજમાં શાંતિ નિકેતનમાં બપોરે ત્રણ વાગ્યાથી બેઠક શરૂ થશે, જેમાં ઉમેદવારોની યાદી અને ચૂંટણીને લઈને તૈયારી માટેની ચર્ચા કરવામાં આવશે.
ઉમેદવારોની પસંદગીના માપદંડ અને ક્યા ધારાસભ્યોને રીપીટ કરવા તેમજ કોની બાદબાકી કરવા તે અંગે ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યમાં ચાલી રહેલા સામાજિક આંદોલનની ભાજપ પર શુ અસર થશે તે અંગે પણ ચર્ચા થશે.
વધુ વાંચો :
અમિત શાહ અમદાવાદમાં : દિવાળી-બેસતા વર્ષનાં તહેવારોની ઉજવણી કરશે પરીવાર સાથે