ભારતીય જનતા પાર્ટીએ મોડી રાતે વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે અમદાવાદની બાકી કેટલીક બેઠકોના નામો જાહેર કર્યા છે.
જોકે હજુ બાપુનગર બેઠક પર ભાજપે ઉમેદવારી જાહેર કરવાની બાકી રાખી છે. બાપુનગરએ પાટીદારોનો ગઢ ગણાય છે. ત્યારે આ બેઠક પર હજુ કોંગ્રેસ પણ ઉમેદવાર જાહેર કર્યા નથી.
આ બેઠક પર ભાજપ કોને ઉમેદવાર બનાવશે તે જોવુ રહ્યું. ભાજપે જાહેર કરેલી વધુ એક યાદીમાં પૂર્વ સીએમ આનંદીબહેન પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં તેમના પરિવારજનોમાંથી કોઈને ટિકિટ આપી નથી અને ઔડાના ચેરમેન રહેલા ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી છે.
ભાજપની વધુ એક યાદીમાં પણ દરિયાપુર, અલેસિબ્રિજ, સાબરમતી, અમરાઈવાડીથી ઉમેદવારો રિપીટ કર્યા છે.
આખરે ભારતીય જનતા પાર્ટીએ વધુ 34 ઉમેદવારોના નામ જાહેર કરીને ભાજપે તમામ ઉમેદવાર જાહેર કરી દીધા છે.
આ લીસ્ટમાં પણ ભાજપે નરહરિ અમીન અને આઈ કે જાડેજાને સ્થાન આપ્યુ નથી. ભાજપે આ લીસ્ટમાં અમદાવાદના બાકી તમામ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે.
6th List of BJP candidate for Gujarat Assembly Election 2017 on 27.11