કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતો કેન્દ્રની મોદી સરકાર સામે સતત આંદોલન કરી રહ્યા છે, ત્યારે આ વચ્ચે આજે કિસાન સંગઠન દ્વારા સોમવાર સવારે 6 કલાકથી સાંજના 4 વાગ્યા સુધી ભારત બંધનું એલાન આપ્યું છે. આ દરમ્યાન દેશની રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિતના આસપાસના વિસ્તારોમાં પોલીસ એલર્ટ પર છે, અંદાજીત એક ડઝનથી પણ વધુ રાજકીય પક્ષો, સંગઠનોએ આ બંધનું સમર્થન કર્યું છે.

સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મોત
હરિયાણાના સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ખેડૂતનું મોત હાર્ટ એટેકથી થયું છે. જો કે અન્ય જાણકારી પોસ્ટમોર્ટમ થયા પછી આપવામાં આવશે.
25 થી વધુ ટ્રેનો પ્રભાવિત થઇ
માહિતી આપતા ઉત્તર રેલવેએ જણાવ્યું કે, દિલ્હી, અંબાલા અને ફિરોઝપુર ડિવિઝનમાં રેલ વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે. કારણ કે ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા છે. દિલ્હીમાં 20 થી વધુ સ્થળોએ ભારે જામના દ્રશ્યો સર્જાયા છે. અંબાલા અને ફિરોઝપુર વિભાગમાં લગભગ 25 ટ્રેનો પ્રભાવિત થઈ છે.
ભૂલથી પણ આ રૂટ પરથી ના નીકળતા
જો તમે દિલ્હી, ગાજિયાબાદ, ગુરૂગ્રામ, નોએડા અથવા આસપાસના વિસ્તારોમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો તો આવું કરવાથી તમે બચી શકો છો કારણ કે અનેક જગ્યાએ રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવ્યાં છે અથવા તો ક્યાંક તો રસ્તાઓ જ બંધ કરી દેવાયા છે.
- યુપી-ગાજીપુર બોર્ડર પર ભારે ટ્રાફિકજામ
- લાલ કિલ્લાની આસપાસના રસ્તા બંધ, રેલ સુભાષ માર્ગ પણ બંધ
- દિલ્હી નોએડા માટેનો DND માર્ગ પર ગાડીઓની લાંબી કતાર, ગાજિયાબાદ માટે વિકાસ માર્ગ (ડાયવર્ઝન)
- પંડિત શ્રી રામ શર્મા મેટ્રો સ્ટેશનની એન્ટ્રી-એક્ઝિટ બંધ
તમને જણાવી દઇએ કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ લોકોને એવી અપીલ કરી હતી કે સાંજના 4 વાગ્યા સુધી કોઇ પોતાના ઘરેથી બહાર ના નીકળતા. નહીં તો ભારે ટ્રાફિક જામમાં ફસાઇ જશો. જો કે, રાકેશ ટિકૈતએ જણાવ્યું કે, કોઇ પણ એમ્બ્યુલન્સ અથવા તો અન્ય કોઇ પણ જરૂરી વ્હીકલને જવા માટે જરૂરથી જગ્યા આપવામાં આવશે.
READ ALSO
- IPL 2022 / ગુજરાત ટાઈટન્સનો શાનદાર વિજય, ટાઈટન્સની ફાઈનલમાં એન્ટ્રી
- PFIની રેલીમાં બાળકે લગાવ્યા ભડકાઉ નારા, વિડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહીની માંગ
- નેશનલ હાઈવે ઉપર મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને માર્ગ અને પરિવહન મંત્રાલયની યોજના, જાણો શું સુવિધાઓ મળશે
- છેલ્લા 50 વર્ષથી આ જંકશન પર એક પણ ટ્રેન થોભતી નથી, સૌ ડરે છે સફેદ સાડીમાં દેખાતી મહિલાથી
- અમેરિકા સાઉદી અરેબિયા, ઈઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે કરી રહ્યુ છે મધ્યસ્થી