GSTV
Gujarat Government Advertisement

ફર્સ્ટ રિવ્યૂ: એક્શન નથી, રડાવી દેશે સલમાન ખાનની ફિલ્મ ભારત?

Last Updated on June 5, 2019 by

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારત રિલાઝ થઈ ચૂકી છે. ફિલ્મ રિલીઝ પહેલા તેની સ્ક્રીનિંગ કરવામાં આવી હતી, જેમાં સુનિલ શેટ્ટી, અનિલ કપૂર, તબ્બુ, બોબી દેઓલ, સંજય લીલા ભણસાલી, મહેશ માંજરેકર, જેકી શ્રોફ જેવાં ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. ફિલ્મ જોયા પછી સેલેબ્સે ખાલી તેના વખાણ નથી કર્યા, ઉપરાંત પ્રી-રિલીઝ શોને જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મના ઘણા વખાણ કર્યા છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ જે ફિલ્મના ચાહક છે તેમનું પાગલપણ દેખાઈ રહ્યું છે. આ ફિલ્મના પોઝિટિવ રિએક્શન આવવાથી લાગે છે કે ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થશે. યુઝરે લખ્યું કે, ફિલ્મ સારી કમાણી કરશે તેવું લાગે છે. ફર્સ્ટ હાફ સારો છે. ક્લાઈમેક્સ જબરદસ્ત છે. સલમાનની આ ફિલ્મમાં એક્શનથી વધારે ઈમોશન્સ જોવા મળે છે.

યુઝર્સ લખે છે કે, ફિલ્મ તમને રડાવી દેશે, પરિવારને વધુ જોવી ગમશે, જે એમ કહી રહ્યા છે કે સલમાનને એક્ટિંગ કરતા નથી આવડતી તેને આશ્ચર્યમાં મૂકી દે તેવું છે. કેટરિનાની એક્ટિંગના પણ વખાણ થયા છે. બધા સોશિયલ મીડિયા પર કહે છે કે ફિલ્મનો પહેલો હાફ અને ક્લાઈમેક્સ જોરદાર છે. વચ્ચે થોડી ફિલ્મ ધીમી ચાલતી હોય તેમ લાગશે. પણ ફિલ્મને જે રીતે રિસ્પોન્સ મળી રહ્યા છે, તેના પરથી લાગે છે કે બોક્સઓફિસ પર હિટ થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અનોખો પ્રયોગ/ વેલેન્ટાઇન ડેથી ચેન બાંધીને એકબીજા સાથે સળંગ ૧૨૩ દિવસ રહેલું દંપતી છૂટા પડતાં બોલ્યું હાશ, શહેર પણ બદલી દીધા

Harshad Patel

Vastu Tips/ સવારે ઉઠીને ભૂલોથી પણ આ વસ્તુઓઓ જોઈ લીધી તો બગડી જશે તમારો દિવસ, મનાઈ છે અશુભ

Damini Patel

સંસ્કારનગરી ખાતે સિઝનના પ્રથમ વરસાદમાં જ મહાકાય બોર્ડ જમીન દોસ્ત, એક કલાકમાં જ તમામ વિસ્તારો પાણીમાં જળકાવ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!