GSTV

બિહાર વિધાનસભા ચૂંટણી: મોબાઈલ તો દૂરની વાત, પહેરવા માટે ચપ્પલનાં પણ નથી ઠેકાણા, તેમ છતાં લડી રહ્યા છે ચૂંટણી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જ્યાં એક તરફ સીટો પર ધન અને બાહુબલની લડાઈ છે, તો ઘણા ઉમેદવારો એવા પણ છે જેમની સાદગી બેમિલાવ છે. હવે લખીસરાય સીટ પર નિર્દલીય ઉમેદવાર તરીકે ચુંટણી મેદાનમાં ઉતર્યા ભરત મહતોને જ લઈ લો. તેમનાં પગમાં ક્યારેક જ ચપ્પલ જોવા મળે છે. મોબાઈલ પણ તેમની પાસે નથી. હાં, ઘરમાં એક નાનો મોબાઈલ છે. જેમાં બહાર મજુરીએ ગયેલાં તેમનાં પુત્રો તેમનો હાલચાલ પુછવા માટે કોલ કરતાં રહે છે. નામાંકનનાં સમયે શપથપત્રમાં તેમણે પોતાના સાઢૂનો નંબર આપી રાખ્યો છે. કારણ એ છેકે, ઘરનાં મોબાઈલમાં બેલેન્સ રહેશે કે નહી તેની કોઈ ગેરંટી નથી.

મજબૂત મનોબળ ધરાવે છે

72 વર્ષીય ભરત મહતો કોઈ હિંમત હારી જાય એવા વ્યક્તિ નથી. અત્યારસુધીમાં ડઝનો વખત ચૂંટણી લડી ચૂક્યા છે. પરંતુ અત્યાર સુધી જે પણ ચૂંટણી લડ્યા છે તે પંચાયત સ્તર માટે લડ્યા છે. આ પહેલી તક છે. જ્યારે તેઓ વિધાનસભા ચૂંટણીમાં કુદ્યા છે.

મહતોએ મીડિયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યુકે, તેઓ અત્યાર સુધીમાં કેટલી ચુંટણી લડી ચૂક્યા છે તે તેમને યાદ નથી. અને ક્યારેય તેમણે તેનો હિસાબ રાખવાનો વિચાર પણ કર્યો નથી. એટલું યાદ છેકે, પ્રધાનથી લઈને વોર્ડ, જીલ્લા પરિષદ, પંચાયત સમિતિ, પેક્સ અધ્યક્ષ જેવી ચુંટણીમાં કિસ્મત અજમાવી ચૂક્યા છે પરંતુ દરેક વખતે તેમને હાર મળી છે.

પૈસા ક્યાં છે તો જીતશે

મીડિયાની સામે મહતો એવું કહેતાં જરા પણ ખચકાતા નથીકે, અમારી પાસે પૈસા ક્યાં છે, જે અમે ચૂંટણી જીતીશું. ચુંટણી એવાં લોકો જ જીતે છે જેમની પાસે પૈસા હોય છે. અમે તો અમારી પુત્રીનાં લગ્ન પણ દેવું કરીને કરી હતી, જેને આજ સુધી ચુકવી રહ્યા છીએ. બે પુત્રો બહાર કોઈ ફેક્ટરીમાં કામ કરે છે. એ લોકોએ પૈસા મોકલાવ્યા છે ત્યારે તો નામાંકન કરાવી શક્યો છું. એટલાં તો મારી પાસે પણ નથી. પરંતુ ચૂંટણી તો હું લડીને જ રહીશ.

19માંથી 13 ઉમેદવારો છે અપક્ષ

ભરત મહતોની ખલીસરાય સીટ પર કુલ 20 ઉમેદવારોએ અરજી દાખલ કરી છે. જેમાં એક અરજી કેન્સલ થઈ ગઈ છે. હવે 19 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 13 અપક્ષ ઉમેદવારો છે. જ્યારે છમાં બીજેપી, કોંગ્રેસ, JAP, BSP, આજપા અને પ્લૂરલ્સ પાર્ટીનાં ઉમેદવારો છે.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!