ભારત જોડો યાત્રા પર નિકળેલા રાહુલ ગાંધીએ આદિવાસીઓને રિઝવવાની સાથે સાથે હિંદુ કાર્ડ પણ ખેલવા માંડ્યું છે. રાહુલે આરતી કર્યા પછી મહાકાલની નગરી ઉજ્જૈનમાં મહાકાલની પૂજા પણ કરી. રાહુલ ગાંધીએ ઉજ્જૈનમાં ત્રણ વખત ‘જય મહાકાલ’ બોલીને પોતાનું ભાષણ શરૂ કર્યું એ પહેલાં મહાકાલેશ્વર સામે સાષ્ટાંગ દંડવત કર્યા હતા.

રાહુલે પોતાના 25 મિનિટના ભાષણમાં હિંદુત્વની વાતો કરીને ઘણી વખત ‘સંન્યાસ અને તપસ્યા’ પર બાર મૂકીને કહ્યું કે, ભારત સંન્યાસીઓનો દેશ છે. હિન્દુ ધર્મમાં તપસ્વીઓની પૂજા કરવામાં આવે છે. તેમનું સન્માન કરવામાં આવે છે. આ દેશમાં ગરીબો, મજૂરો, ખેડૂતો, યુવાનો અને નાના દુકાનદારો સાચા તપસ્વી છે પણ મોદી સરકાર આ તપસ્વીઓ માટે કંઈ કરતી નથી, મોદીજીની પૂજા કરનારા એક-બે લોકોને બધું જ મળે છે જ્યારે દેશના વાસ્તવિક તપસ્વીઓનું અપમાન થઈ રહ્યું છે.
વિશ્લેષકોના મતે, રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં આદિવાસી અને હિંદુત્વ બંને મુદ્દાને આવરી લેતાં કોંગ્રેસ રાજકીય રીતે મોટા ફાયદાની આશા રાખી રહી છે. ભાજપ માટે આ મોટો પડકાર છે.
READ ALSO
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે