સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ભારત આ વર્ષે ઇદ પર રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મ 2019ના વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. અલી અબ્બાસ ઝફરે ભારતનું ડાયરેક્શન કર્યુ છે. ભારતમાં સલમાન ખાન અલગ-અલગ લુક્સમાં નજરે આવશે.
ભારતમાં તેના અનેક લુક્સ સામે આવી ચુક્યાં ચે. તેવામાં હવે સલમાનનો લેટેસ્ટ લુક ભારતના પોસ્ટરમાં સામે આવ્યો છે. સલમાન ખાન પહેલીવાર વૃદ્ધ વ્યક્તિના કિરદારમાં નજરે આવી રહ્યો છે.
સલમાન ખાને ભારતનો આ લુક શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, જેટલા સફેદ વાળ મારા માથા અને દાઢીમાં છે, તેનાથી અનેકગણું રંગીન મારું જીવન રહ્યું છે.
ભારતનું આ પહેલું પોસ્ટર છે. આ પોસ્ટરમાં 2010 લખ્યું છે. પોસ્ટર નીચે અનેક બાળકો અને પરેશાન લોકો નજરે પડી રહ્યાં છે. પોસ્ટરને જોઇને સોશિયલ મીડિયા પર ફેન્સ ઘણાં ઉત્સાહિત લાગી રહ્યાં છે. પોસ્ટર પર કમેન્ટ કરીને ચાહકો ફિલ્મને અત્યારથી જ બ્લોકબસ્ટર ગણાવી છે.
સલમાનની આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મનું ટ્રેલર 26 એપ્રિલે રિલિઝ થવા જઇ રહ્યું છે. ફિલ્મ 5 જૂને રિલિઝ થવાની આશા રાખવામાં આવી રહી છે. ફિલ્મના પોસ્ટર બાદ ફિલ્મના ધમાકેદાર ટ્રેલર માટે દર્શકોમાં ઉત્સાહ વધ્યો છે.
ફિલ્મની સ્ટોરી આઝાદી સમયની છે અને તેથી જ મેકર્સે ફિલ્મના ટીઝરને ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા રીલીઝ કર્યુ હતું. ફિલ્મમાં ભલે અન્ય કલાકાર હશે પરંતુ ટીઝરમાં ફક્ત સલમાન ખાનને જ સ્થાન આપવામાં આવ્યું છે.
સલમાનનો આ અંદાજ દર્શકોને પસંદ આવી રહ્યો છે. ટીઝર રીલીઝ થયાની ગણતરીની મિનિટમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું .જણાવી દઇએ કે ભારતને અલી અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી છે અને આ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ની રિમેક છે. જે વર્ષ 2014માં રિલિઝ થઇ હતી. ફિલ્મમાં તબૂ, જેકી શ્રોફ અને કેટરિના કૈફ પણ જોવા મળશે.
Read Also
- વિમા ધારકોને મળશે આ એક મોટો ફાયદો, ઈરડાએ આપી દીધા આ આઝાદી
- JioPhone યુઝર્સને લાગશે મોટો ઝટકો, કંપનીએ સૌથી સસ્તો પ્લાન કર્યો દૂર
- શેરબજારમાં રોકાણ હોય તો રહેજો સાવધાન, NSEએ જાહેર કરી છે આ ચેતવણી
- મંદી બાદ મોંઘવારી બનશે મોદી સરકારનો માથાનો દુખાવો, બદલાઈ રહ્યાં છે દેશમાં સમીકરણો
- શ્વાનનાં બચ્ચાની મોતનો મામલો! પોલીસે કરી 20 લોકો વિરુદ્ધ FIR,કારણ છે એવું કે…