GSTV
Home » News » ભારતનું મોશન પોસ્ટર રિલીઝ, સલમાન ખાનનાં દેખાયા અનેક અવતાર

ભારતનું મોશન પોસ્ટર રિલીઝ, સલમાન ખાનનાં દેખાયા અનેક અવતાર

bharat first look

અલી અબ્બાસ ઝફર દ્રારા દિગ્દશિત અને બોલીવુડનાં સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ “ભારત” 5 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને રંગીન બનાવવા નિર્માતાઓ કોઈ પર પ્રકારની કસર છોડવા માગતા નથી. નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર પોસ્ટર અને ટીઝર વીડિયો રિલીઝ કરી દીધી છે. શનિવારે  ફિલ્મનો મોશન પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું. આ વીડિયો પોસ્ટરમાં સલમાનને તેની આગામી ફિલ્મનાં દરેક અવતારમાં એકસાથે જોઈ શકાય છે

35 સેકન્ડનું ભારતનું મોશન પોસ્ટર ટી-સીરીઝનાં યુટયુબ ચેનલ પર મૂકવામાં આવ્યું. સલમાન ખાનની આ ફિલ્મ દક્ષિણ કોરિયાની ફિલ્મ ઓરુ અદાર લવની હિંદી રીમેક છે. ભારત ફિલ્મ દેશનાં ઇતિહાસનાં એક વ્યક્તિની વાતા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં સલમાનનાં અભિનયમાં 18 વર્ષથી લઈ 70 વર્ષ સુધીની જર્ની દર્શાવવામાં આવી છે.

તાજેતરમાં જ સલમાન ખાને ટ્વીટર પર ફિલ્મમાં તેમનાં 5 અભિયનવાળા પોસ્ટર રિલીઝ કર્યા હતા. આ 5 પોસ્ટરમાં સલમાન ખાન અલગ અલગ વેશભૂષામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં સલમાન સહિત દિશા પટણી અને કૈટરિના કૈફ પણ છે. ફિલ્મમાં સલમાન ખાનના પિતાનો અભિનય કરતા જોઈ શકાય છે.

કૈટરીના અગ્રણી મહિલાનો રોલ કરશે.જ્યારે દિશા પટણી સલમાનના બહેનનો અભિયન કરી શકે તેવી માહિતી છે. ફિલ્મમાં દિશા ઘણા બધા એકશન કર્યા છે. પોસ્ટર પછી સાફ થઈ ગયું છે કે દિશા ફિલ્મમાં સર્કસની છોકરીનો અભિયન કરશે.જ્યારે કૈટરિનાનો અભિયન ફિલ્મમાં ખૂબ જ અગત્યનો છે.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi

કલંકની અસફળતાનો અંદાજો આલિયા ભટ્ટને અગાઉથી હતો? કામમાં આવી રણબીરની સલાહ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!