GSTV

વડોદરાના પૂર્વ મેયર અને બેન્ક ઓફ બરોડાના ડાયરેકટર આવ્યા કોરોનાની ઝપેટમાં

વડોદરાના પૂર્વ મેયર અને બેન્ક ઓફ બરોડાના ડાયરેકટર ભરત ડાંગરનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. સારવાર લઇ રહેલા ભરત ડાંગરે હોસ્પિટલ સ્ટાફ સાથે કેક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી. પીપીઈ કીટ પહેરેલા કર્મચારીઓ સાથે ફોટોસેશન પણ કરાવ્યું હતુ.

સમયસર મેડિકલ સારવાર ન અપાતી હોવાની ફરિયાદ

કેશોદના અગતરાય ગામે હોમ ક્વોરન્ટીન કોરોના દર્દીના પરિવારજનોએ સમયસર મેડિકલ સારવાર ન અપાતી હોવાની ફરિયાદ ઉઠી છે. હોમ ક્વોરન્ટીન થયેલા દર્દીની તબિયત ઠીક ન હોવાથી ડોક્ટર દ્વારા 108 બોલાવવામાં આવી. પરંતુ પરિવારજનોએ હોમ ક્વોરન્ટીન માટે સહમતિ દર્શાવતા 108 પરત ફરી. સમગ્ર મામલે દર્દીના પરિવારે મેડિકલ સ્ટાફ સમયસર સારવાર કેમ નથી કરતો તેમ કહી રોષ વ્યક્ત કર્યો. આ મામલે સરપંચે પણ ડોક્ટરને રજૂઆત કરી હતી. સરપંચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દરરોજની 20 ફરિયાદ આવતી હોવાનું જણાવ્યું. બીજી તરફ ડોક્ટરે દર્દીને મેડિકલ સ્ટાફ દ્વારા સમયસર સારવાર અપાતી હોવાનો દાવો કર્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!