GSTV
Home » News » સલમાન ખાનની ‘ભારત’ના નામે વધુ એક રેકોર્ડ, 6 દિવસમાં જ બની ગઇ વર્ષની બીજી મોટી ફિલ્મ

સલમાન ખાનની ‘ભારત’ના નામે વધુ એક રેકોર્ડ, 6 દિવસમાં જ બની ગઇ વર્ષની બીજી મોટી ફિલ્મ

આ વર્ષે ઇદ પર રિલિઝ થયેલી ફિલ્મ ભારતે 5 દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મને બોક્સ ઑફિસ પર શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ઇદ પર 42.30 કરોડની બંપર ઓપનિંગ બાદ સલમાન ખાનની આ ફિલ્મે ધૂમ કમાણી કરી છે. ભારતે છઠ્ઠા દિવસે એટલે કે સોમવારે 9.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતે 6 દિવસમાં કુલ 159.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વિટ અનુસાર લોન્ગ વીકેન્ડમાં શાનદાર કમાણી બાદ વીકડેઝમાં ભારતની કમાણીમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારથી ગુરુવાર અને બીજા વીકેન્ડની કમાણી મહત્વની હશે.

Bharat box office

6 દિવસમાં કેસરી અને ટોટલ ધમાલના લાઇફ ટાઇમ બિઝનેસને પછાડ્યા બાદ ભારત 2019ની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઇ છે. 2019ની હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મોમાં નંબર વન પર વિક્કી કૌશલની ફિલ્મ ઉરી છે ઉરીનું લાઇફ ટાઇમ કલેક્શન 245.36 કરોડ રૂપિયા છે.

Bharat 100 crores

ભારત માટે 16 જૂનનો દિવસ મહત્વનો હસે. આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની મેચ છે. ભારત-પાકની આ મેચ ભારતના કલેક્શન પર અસર કરી શકે છે.

Read Also

Related posts

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah

મહેસાણા: વ્યાજખોરો બેફામ, એક વર્ષથી વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે જીવન ટુંકાવ્યું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!