GSTV
Home » News » 100 કરોડ ક્લબમાં સલમાન ખાનની મૂવી ભારતની એન્ટ્રી, સતત ચોથા દિવસે કમાયા આટલા રૂપિયા

100 કરોડ ક્લબમાં સલમાન ખાનની મૂવી ભારતની એન્ટ્રી, સતત ચોથા દિવસે કમાયા આટલા રૂપિયા

સિનેમાઘરોમાં હાઉસફુલ શૉ બાદ સલમાન ખાનની ફિલ્મ ભારતે ચાર દિવસમાં જ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે. સલમાન ખાન અને કેટરિના કૈફની જોડીનો જાદુ ફેન્સનાં માથે ચડીને બોલી રહ્યો છે. તેને કારણે જ મૂવી બૉક્સ ઓફિસ ઉપર નવા રેકોર્ડસ કાયમ કરી રહી છે. સલમાનખાનની ભારત તેની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મૂવી છે.

ફિલ્મની પહેલા દિવસની કમાણી 42.30 કરોડ રૂપિયા હતી, જેણે તેની જ ફિલ્મ “પ્રેમ રતન ધન પાયો” (40.35 કરોડ)નો રેકોર્ડ તોડ્યો હતો. બીજા દિવસે 31 કરોડ અને ત્રીજા દિવસે 22.20 કરોડ રૂપિયાની કમાણી કરીને ભારતે થિયેટરમાં તેની મજબૂત પકડ બનાવી રાખી છે. ફિલ્મે ચોથા દિવસે લગભગ 35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલેકે રિપોર્ટ મુજબ મૂવીએ અત્યાર સુધીમાં લગભગ 130.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

100 કરોડ ક્લબનો સુલતાન બન્યો સલમાન

100 કરોડના ક્લબમાં સૌથી વધારે ફિલ્મો અત્યાર સુધી સલમાન ખાનની રહી છે. સલમાનની કુલ 14 ફિલ્મોએ 100 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. જેમાંથી 3 ફિલ્મો તો એવી છે, જેની કમાણી 300 કરોડને પાર જતી રહી છે. જ્યારે બે ફિલ્મોએ 200 કરોડ રૂપિયાની લાઈન ક્રોસ કરી છે.

READ ALSO

Related posts

હૈદરાબાદમાં થયેલા એન્કાઉન્ટરની હિરાનગરી સુરતમાં ઉજવણી, મહિલાઓએ મિઠાઈ વહેંચી

Nilesh Jethva

હૈદરાબાદ એન્કાઉન્ટર બાદ સળગતો સવાલ, ગુજરાતમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીઓને ન્યાય ક્યારે ?

Nilesh Jethva

85 લાખ રૂપિયામાં વેચાયુ દિવાલ પર લગાવેલું આ એક કેળું, જાણો કેમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!