GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

સલમાન ખાનના ચાર્મ સામે વર્લ્ડ કપની મેચ પણ ફીકી પડી, પહેલાં જ દિવસે બૉક્સ ઑફિસ પર ‘ભારત’ની ધૂમ

ઇદનો અવસર હોય અને બૉક્સ ઑફિસ પર ભાઇજાન સલમાન ખાનનો રંગ ન ચડે એવું કેમ બને. સલમાન ખાનની ફિલ્મ ભારતે પહેલાં જ દિવસે બૉક્સ ઑફિસ પર બંપર કલેક્શન સાથે ખાતુ ખોલ્યુ છે. ફિલ્મે ફર્સ્ટ ડે પર 42 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે.

આ કમાણી સાથે ભારત, સલમાન ખાનની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઇ છે. અગાઉ આ રેકોર્ડ પ્રેમ રતન ધન પાયો (40.35 કરોડ)ના નામે હતો.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ભારતની કમાણીના આંકડા શેર કરતાં લખ્યું કે, દેશને સલમેનિયા ફીવરે ઝકડી લીધો છે…બૉક્સ ઑફિસ પર ભારતનું તોફાન….ફરી એકવાર સાબિત કરે છે કે સલમાન ખાન બૉક્સ ઑફિસનો સૌથી મોટો ખેલાડી છે. ભારતે અલી અબ્બાસ ઝફરની ટાઇગર ઝિંદા હૈ (34.10 કરોડ) અને સુલ્તાન (36.54 કરોડ)ના ફર્સ્ટ ડે કલેક્શનનો રેકોર્ડ તોડ્યો. ભારતે બુધવારે 42.30 કરોડની કમાણી કરી.

ઉલ્લેખનીય છે કે પહેલાં જ દિવસે ભારતની કમાણી તે હિસાબે પણ ધમી પડી છે કારણ કે બુધવારે વર્લ્ડ કપ માટે ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પણ હતી. જો કે જે રીતે ફિલ્મનું કલેક્શન સામે આવ્યું છે માનવામાં આવી રહ્યું છે કે સલમાનના સ્ટારડમ આગળ વર્લ્ડ કપની મેચ પણ ફીકી પડી ગઇ.

સલમાન ખાનની ભારત ઇદની હાઇએસ્ટ ઓપનર ફિલ્મ બની ગઇ છે. 53 વર્ષના સલમાન ખાને ભારતના કલેક્શન સાથે પોતાની જ 7 ફિલ્મોનો ઓપનિંગ ડે રેકોર્ડ તોડી નાંખ્યો છે.

પ્રેમ રતન ધન પાયો- 40.35 કરોડ

સુલ્તાન- 36.54 કરોડ

 ટાઇગર ઝીંદા હૈ- 34.10 કરોડ

 એક થા ટાઈગર- 32.93 કરોડ

 રેસ 3- 28.50 કરોડ

બજરંગી ભાઇજાન- 27.25 કરોડ  કિક -26.40 કરોડ.

Read Also

Related posts

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, અસહ્ય ગરમીથી લોકોને મળ્યો છૂટકારો

Pravin Makwana

અમદાવાદ: સાયન્સ સીટી ચાર રસ્તા પાસે કાર ચાલકે બે વ્યક્તિને લીધા અડફેટે, રાહદારીનું ઘટનાસ્થળે થયું કરૂણ મોત

Pravin Makwana

PHOTO: હિરાબાએ શિલાન્યાસની ઐતિહાસિક ક્ષણને ઘરે બેઠા નિહાળી, ટીવી પર જીવંત પ્રસારણ જોઈ ધન્યતા અનુભવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!