દેશમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ દરમિયાન ઘણા લોકો વેક્સિનના સાઈડ ઈફેક્ટ્સ અંગે સવાલો કરી રહ્યાં છે. આ સવાલો વચ્ચે વેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકે મોટી જાહેરાત કરી છે.
કોવૈક્સિન બનાવનાર ભારત બાયોટેકે કરી આ જાહેરાત
ઘણી રાહ જોયા બાદ કોરોના વિરુદ્ધની લડાઈ માટે સ્વદેશી વેક્સિન લોકો સુધી પહોંચવા લાગી છે. જેની સાઈડ ઈફેક્ટ્સ અંગે ઉઠતા સવાલો પર ભારત બાયોટેકે કહ્યું છે કે,‘જો વેક્સિન બાદ કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ્સ થશે તો કંપની વળતર આપશે.’ વેક્સિન મેન્યુફેક્ચરર ભારત બાયોટેકને કેન્દ્ર સરકારે 55 લાખ વેક્સિન તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો છે. જે પછી કંપની વેક્સિનની તૈયારીઓમાં જોડાઈ ગઈ છે. હવે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, જો તેમની વેક્સિન લંગાવનારને ગંભીર આડઅસર થશે તો તેને કંપની વળતર આપશે.

વેક્સિનના ડોઝ લીધા બાદ પણ રાખો આ સાવચેતી
સાઈડ ઈફેક્ટ્સ અંગે વળતર ચૂકવવા પર વાત કરવાની સાથે કંપનીએ વેક્સિન લગાવનારા લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે. ભારત બાયોટેકે જણાવ્યું કે, વેક્સિનેશન બાદ પણ લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા એલ્લાએ એક ટ્વિટમાં લખ્યું કે,‘કોવૈક્સિન અને ભારત બાયોટેક, દેશ અને કોરોના યોદ્ધાઓની સેવા કરી ગર્વ અનુભવી રહ્યું છે.’
READ ALSO
- OMG/ ખભા પર સ્કૂટી લઈ રસ્તા પર નિકળ્યો શખ્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- ડાન્સર સાથે વિડીયો થયો હતો વાયરલ, જાણો ચૂંટણીમાં આ ઉમેદવારની શું થઇ હાલત
- ખાસ વાંચો / LPG રસોઈ ગેસ સિલિન્ડરને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય, બદલાયો આ નિયમ
- હાર્દિકનો હાથ છોડી ભાજપમાં ગયેલા પાટીદાર નેતાની પત્ની માટે આવ્યા ખુશીના સમાચાર, અહીંથી મેળવી ભવ્ય જીત