GSTV
India News ટોપ સ્ટોરી

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

કોવેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકે વેક્સિનની કિંમત પર મોટું નિવેદન આપતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકારને લાંબા સમય સુધી 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ. આ હરિફાઈ વગરની કિંમત છે, જેને લાંબાગાળા સુધી જાળવી શકાશે નહીં. કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યૂટીને કારણે પણ ખાનગી સેક્ટરની કિંમતના માળખામાં ફેરફાર થઈ રહ્યાં છે.’

વેક્સિન ખર્ચ નીકાળવા માટે અમારે ખાનગી સેક્ટરમાં કિંમત વધુ રાખવી પડશે

આ સાથે કંપનીએ કહ્યું કે, વેક્સિન ખર્ચ નીકાળવા માટે અમારે ખાનગી સેક્ટરમાં કિંમત વધુ રાખવી પડશે. અત્યાર સુધી વેક્સિન ડેવલ્પમેન્ટ, ટ્રાયલ અને વેક્સિન નિર્માણ યુનિટ સ્થાપવા માટે 500 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.

હાલમાં રાજ્યોને કોવેક્સિન માટે 400 રૂપિયા પ્રતિ ડોઝના ચૂકવવા પડતા હતા. જ્યારે કોવિશિલ્ડ માટે એક ડોઝની કિંમત 300 રૂપિયા હતી. જો કે, ઘણાં રાજ્યો દ્વારા નિ:શુલ્ક રસીકરણની પણ જાહેરાત કરવામાં આવી છે. હવે તો ખુદ કેન્દ્ર સરકારે પણ મફત રસીકરણની જાહેરાત કરી દીધી છે.

કોવેક્સિન

કેન્દ્રની સૂચના મુજબ, કોવેક્સિનના કુલ ઉત્પાદનમાં 10 ટકા કરતા પણ ઓછો ભાગ ખાનગી હોસ્પિટલોને આપવામાં આવે છે, જ્યારે બાકી રાજ્યો અને કેન્દ્રમાં જાય છે. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, “આવા સંજોગોમાં, તેઓને તમામ સપ્લાયમાંથી કોવેક્સિન પર સરેરાશ દીઠ 250 રૂપિયા કરતા પણ ઓછાં ભાવ મળે છે. થોડું આગળ વધીએ તો લગભગ 75 ટકા ઉત્પાદન રાજ્ય અને કેન્દ્ર સરકારને મળશે અને માત્ર 25 ટકા જ ખાનગી હોસ્પિટલોમાં જશે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

મુંબઈ / દશેરાએ શિવસેનાનાં બન્ને જૂથ કરશે શક્તિપ્રદર્શન, હાઈકોર્ટે આ મામલે કરી ટીકા

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda
GSTV