GSTV

અનિલ વીજને આ કારણે થયો કોરોના, સ્વદેશી રસી ઉત્પાદક ભારત બાયોટેકે કર્યો આ બચાવ

કોરોના

Last Updated on December 6, 2020 by pratik shah

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કોરોનાની સ્વદેશી રસી કોવેક્સીનનો ડોઝ લીધો હોવા છતાં તેઓ કોરોનાથી સંક્રમિત થતાં રસી ઉત્પાદક ભારત બાયોટેક બચાવની સ્થિતિમાં આવી ગઈ છે. કંપનીએ શનિવારે ખુલાસો કર્યો હતો કે તેમની રસી કોવેક્સીન બે ડોઝની રસી છે અને હરિયાણાના મંત્રી અનિલ વિજે ટ્રાયલમાં હજુ એક જ ડોઝ લીધો છે.

ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ બે ડોઝ પર આધારિત છે, જે 28મા દિવસે અપાય છે. રસી કેટલી અસરકારક છે તે બંને ડોઝ અપાયાના 14 દિવસ પછી નિશ્ચિત થશે. કોવેક્સીનને બે ડોઝ લેવા માટે જ ડિઝાઈન કરાઈ છે અને ત્યાર પછી જ તે અસરકારક બનશે.

રસી

ત્રીજા તબક્કાનું ટ્રાયલ ડબલ બ્લાઈન્ડ અને રેન્ડમાઈઝ્ડ હોય છે, જ્યાં 50 ટકા ટ્રાયલમાં ભાગ લેનારા લોકો રસી મેળવે છે અને 50 ટકા વિષય પ્લેસીબો મેળવે છે. કોવેક્સીન 28 દિવસના અંતર પર બે વખત લીધા પછી જ અસરકારક રહેશે. બે વખત રસીના ડોઝ લીધાના 14 દિવસ પછી જ તે અસર દર્શાવશે. કંપનીએ કહ્યું કોવેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 26,000 લોકો પર પરીક્ષણ કરવાની સાથે તે એક સંપૂર્ણપણે વિકસિત કોરોના રસી છે. રસીની સલામતી અને તેની અસરકારકતા અમારો પ્રાથમિક ઉદ્દેશ્યછે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પીએમ મોદીના અખિલેશ પર પ્રહાર, કહ્યું- લાલ ટોપીવાળાઓને આતંકીઓને જેલમાંથી છોડવા સત્તા જોઈએ છે

Damini Patel

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

Dhruv Brahmbhatt

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!