GSTV

એક કલાક સુધી પિતાને ખભા પર ઉઠાવી રઘુવીર દોડ્યો : પિતાને જીવાડવાના પ્રયત્નો અોછા પડ્યા

Last Updated on April 3, 2018 by Karan

દલિતોના બંધના અેલાનમાં ગત રોજ 12 વ્યક્તિનાં મોત થયા છે અનેક જાહેર પ્રોપર્ટી સ્વાહા થઈ ગઈ છે. અેટ્રોસિટી અેક્ટ મામલે ઉઠેલા અા વિરોધે દેશભરના 10 રાજ્યોની હાલત ખરાબ કરી દીધી છે. દલિત બંધના અેલાન બાદ હવે  એવી કેટલીય તસવીરો જોવા મળી જે તમને હચમચાવી દેશે. ભારત બંધ દરમ્યાન અલગ-અલગ જગ્યા પર કેટલાંય લોકોના મોતના સમાચાર આવ્યા છે. સોમવારના રોજ ભારત બંધ દરમ્યાન ઉત્તર પ્રદેશના બિજનૌરમાં 68 વર્ષના વૃદ્ધનું મોત હોસ્પિટલ ન પહોંચવાના લીધે થયું છે. દીકરાએ વૃદ્ધ પિતાને બચાવાની કોશિષ કરી પરંતુ તેનું સમર્પણ કંઇ કામમાં આવ્યું નહીં.

રસ્તામાં પ્રદર્શનકારીઓના લીધે ટ્રાફિકમાં ફસાઇ ગયા

બિજનૌરના બારૂકી ગામના રહેવાસી 68 વર્ષના લોક્કા સિંહ પેટના દર્દથી પીડિત હતા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પોતાના પિતાને પીડાતા જોઇ દીકરો રઘુવીર સિંહ બીમાર પિતાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવા માંગતો હતા પરંતુ રસ્તામાં પ્રદર્શનકારીઓના લીધે ટ્રાફિકમાં ફસાઇ ગયા. ત્યારબાદ પિતાને ખભા પર લઇ જ્યારે રઘુવીર હોસ્પિટલ પહોંચ્યો તો ડૉકટરે પિતાને મૃત જાહેર કરી દીધા. દલિતોનો વિરોધ સાચો પણ ક્યારેક ્માનવીય ઘટનાઅો લોકો વર્ષો સુધી ભૂલી શકતા નથી. અેક પિતાને દવાખાને લઇ જવા માટે દિકરાઅે અંતિમ ઘડી સુધી પ્રયત્ન કર્યા પણ અાખરે અા પ્રયત્નો સફળ ન રહ્યા.

એમ્બયુલન્સને જવા દીધી હોત તો આજે અમારા પતિ જીવતા હોત

રઘુવીરે એમ્બયુલન્સથી અડધા કિલોમીટરનો રસ્તો કરી લીધો હતો અને હવે તેને હોસ્પિટલ પહોંચવા માટે 600 મીટરનો રસ્તો કાપવાનો હતો. એક કલાક સુધી પિતાને ખભા પર ઉઠાવી રઘુવીર દોડ્યો. મૃતકના પત્ની વિમલા દેવીએ કહ્યું કે જો પ્રદર્શનકારીઓએ એમ્બયુલન્સને જવા દીધી હોત તો આજે અમારા પતિ જીવતા હોત. આ પ્રદર્શને અમારા આખા પરિવારને બર્બાદ કરી દીધો છે. આ અંગે રઘુવીર કહે છે કે સોમવાર સવારે અંદાજે પોણા બાર વાગ્યે ડૉકટરે મેરઠ મેડિકલ કોલેજ કે કોઇ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાનું કહ્યું હતું.

હું મારા પિતાને એમ્બયુલન્સમાં બીજી હોસ્પિટલમાં લઇ જતો હતો ત્યારે રસ્તામાં ચારેબાજુ શોર બકોર હતો. મેં બધાને વિનંતી કરી કે મને જવા દો. મેં એક હદ સુધી ભારપૂર્વક બધાંને કહ્યું પરંતુ કોઇ સાંભળી રહ્યું નહોતું. કોઇ ત્યાંથી ખસ્યાં નહીં. હું એમ્બયુલન્સની અંદર મારા પિતાને મરતા જોઇ શકતો હતો. મને ખબર નહોતી પડતી કે મારે શું કરવું છે. હું કોઇપણ સ્થિતિમાં તેમને બચાવા માંગતો હતો, આથી મેં તેમને ખભા પર ઉઠાવ્યા અને દોડવાનું શરૂ કરી દીધું.

અમારી પાસે કોઇ સર્જન નહોતા

બિઝનૌર જિલ્લા હોસ્પિટલના સીએમઓ રાકેશ દુબેએ કહ્યું કે અમે અહીં તેમની સારવાર કરવાની કોશિષ કરી હતી પરંતુ તેમની એબ્ડૉમિનલ સર્જરી થવાની હતી. અમારી પાસે કોઇ સર્જન નહોતા. આથી તેમને બીજી હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. અામ અેક પરિવારનું મોત થઈ ગયું . અામ અા પ્રકારના વિરોધ ક્યારેક લોકોની સંવેદનાઅોની મજાક બનાવતા હોય છે.

 

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!