GSTV
Home » News » ભારત બંધને લઈને બિહારમાં જનજીવન પર મોટી અસર, નેશનલ હાઈવે કરાયા જામ

ભારત બંધને લઈને બિહારમાં જનજીવન પર મોટી અસર, નેશનલ હાઈવે કરાયા જામ

ભારત બંધને લઈને બિહારમાં જનજીવન પર મોટી અસર દેખાઈ રહી છે. બિહારના ખગડિયામાં સવર્ણ સંગઠનો દ્વારા નેશનલ હાઈવે-31 પર જામ લગાવવામાં આવ્યો છે. અહીં લોકોએ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યો છે. લોકોની માગણી છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવે.

છેલ્લે થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઘણાં જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરીને પોલીસની તેનાતી કરવામાં આવી છે. બિહારના લખીસરાય જિલ્લામાં લોકોએ નેશનલ હાઈવે ક્રમાંક 80ને પણ જામ કર્યો છે. છપરામાં નેશનલ હાઈવે 19 પર જામ લગાવીને લોકો દ્વારા મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે. મધુબનીમાં નેશનલ હાઈવે ક્રમાંક 105 જામ કરવામાં આવ્યો છે અને આરામાં રેલવે સ્ટેશન પાસે લોકમાન્ય તિલક એક્સપ્રેસને રોકવામાં આવી હતી.

ભારત બંધના એલાનને જોતા ઉત્તરપ્રદેશમાં પણ પોલીસની મોટા પ્રમાણમાં તેનાતી કરવામાં આવી છે. યુપીના કુલ અગિયાર જિલ્લાઓમાં બંધના એલાનને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ સહીત બિજનૌર, અલ્હાબાદ, આઝમગઢ, બરેલી જેવા શહેરોમાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે.

જેથી બંધના એલાન દરમિયાન અપ્રિય ઘટનાઓ રોકી શકાય. ઉત્તરપ્રદેશના સંભલ અને મુઝફ્ફરનગર જિલ્લાઓમાં પણ કલમ-144 લાગુ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના નોઈડામાં સવર્ણ સમુદાયના સંગઠનોના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દેખાવો દરમિયાન લોકો કાળીપટ્ટી બાંધીને સડકો પર ઉતર્યા છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા છે.

Related posts

મોદી-ટ્રમ્પ બાદ રાજનાથ સિંહે US રક્ષામંત્રી સાથે કરી વાત: કહ્યું- કાશ્મીર આંતરિક મામલો

Riyaz Parmar

ઓટો ઉદ્યોગ બાદ ટેકસટાઇલ ઉદ્યોગ પર મંદીનું સંકટ,વૈશ્વિક બજારમાં ભારતીય કોટન યાર્નને ફટકો

Path Shah

પી. ચિદમ્બરમના નિવાસસ્થાન પર પહોંચી સીબીઆઈ, થઈ શકે છે ધરપકડ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!