GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું આહવાન, જાણો ક્યાં રાજ્યમાં કેટલી અસર

પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે. સમગ્ર વિરોધ પ્રદર્શનની આગેવાની યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસનો દાવો છે કે તેમના ભારત બંધને 21 વિરોધી પક્ષોનું સમર્થન છે. કોંગ્રેસનું કહેવું છે કે બંધ દરમિયાન કોઇ પણ પ્રકારની હિંસા નહીં થાય. બંધનું સમર્થન કરનારા પક્ષોમાં સમાજવાદી પાર્ટી, ડીએમકે સહિત 21 પક્ષ છે.

કર્ણાટક સરકારે બંધના કારણે આજે તમામ શિક્ષણ સંસ્થાઓમાં રજાનું એલાન કર્યુ છે. સરકાર કાર્યાલયોમાં પણ રજા જાહેર કરાઇ છે. પોતાનો વિરોધ દર્શાવવા કોંગ્રેસ દ્વારા સવારે 8 વાગે રાજઘાટ પર ધરણા કરાશે. જેની આગેવાની સોનિયા ગાંધી કરશે. આ ધરણામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પણ સામેલ થવાની સંભાવના છે. ભારત બંધ દરમિયાન દવાની દુકાન. એમ્બ્યુલન્સ સેવાને બાકાત રાખવામાં આવી છે.

આંધ્ર પ્રદેશના શ્રીકુકુલમમાં બંધના એલાનની અસર જોવા મળી છે. શ્રુકુકુલમમાં સીપીએમના કાર્યકરોએ ટ્રાફિક જામ કરી બંધને સમર્થન આપ્યુ છે. બંધના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આંધ્રપ્રદેશમાં સીપીએમ દ્વારા બંધનું સમર્થન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.

બિહારમા બંધને આરજેડીએ સમર્થન આપ્યુ છે. આરજેડી કાર્યકર્તાઓએ બંધ દરભંગામાં ટ્રેન રોકી વિરોદ પ્રદર્શન કર્યુ છે. બિહારના જહાનાબાદમાં પણ ટ્રેન રોકી આગજની કરવામાં આવી છે. બંધના વિરોધમાં બિહારના અનેક શહેરોમાં આગજની કરી હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. જ્યારે ખગડિયામાં પણ નેશનલ હાઈવે 31 જામ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.

કોંગ્રેસના ભારત બંધના એલાનમાં મુંબઈમાં બંધની અસર જોવા મળી છે. મુંબઈમાં બંધના એલાન બાદ મનસેના કાર્યકરોએ બસમાં તોડફોડ કરી હતી. જ્યારે ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતનો વિરોધ કરવામાં આવ્યો છે. હૈદરાબાદમાં પણ બંધના એલાનના પડઘા પડ્યા હતા. ગુવાહાટીમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના વિરોધમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે.  જ્યારે કેટલાક રાજ્યોમાં બંધના વિરોધમાં હિંસાની ઘટના પણ બની છે.

બિહારના પટનામાં બંધના એલાન દરમ્યાન હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. જન અધિકાર પાર્ટીના કાર્યકરોએ બંધનું સમર્થન કરી બસમાં તોડફોડ કરી હતી. પટનામાં પપ્પુ યાદવના સમર્થકોએ બસ પર પથ્થરમારો કરી બસમાં તોડફોડ કરી હતી. કાર્યકરોએ બસ પર લાકડી અને પથ્થરમારો કર્યો હતો. પટનામાં અનેક વિસ્તારમાં આગચંપી પણ કરવામાં આવી હતી.

Related posts

ગુજરાતમાં 100 કોરોના ટેસ્ટમાં 11માં જોવા મળ્યો ચેપ : સ્થિતિ ભયંકર ખરાબ બની, હવે છે સાવચેતીની જરૂર

Harshad Patel

ICSE અને ISC રીઝલ્ટ બાદ આ રીતે મેળવો પોતાની ડિજીટલ માર્કશીટ, આ એપ્લીકેશન કરો ડાઉનલોડ

Ankita Trada

24 કલાક પહેલા જ આ IPS બતાવી દીધું હતું કેવી રીતે થશે વિકાસ દુબેનું એન્કાઉન્ટર, આ ટ્વિટ થઈ વાયરલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!