GSTV
Home » News » જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 2 આરોપીઓની ધરપકડ

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 2 આરોપીઓની ધરપકડ

પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે 17 દિવસ બાદ સત્તાવાર 2 આરોપીઓની ધરપકડ કરી છે. 

સીઆઈડી ક્રાઈમે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે જયંતી ભાનુશાળી, છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી વચ્ચે ગંભીર મતભેદો હતા. આ મતભેદોને કારણે જ જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવાઈ છે. જોકે, છબીલ પટેલ આ હત્યા પહેલા વિદેશ ભાગી ગયા હતા. 

જયંતી ભાનુશાળી પરિવારજનોએ પણ હત્યા બાદ છબીલ પટેલ અને મનીષા ગૌસ્વામી પર આરોપ લગાવ્યો હતો  અને ફરિયાદ પણ નોંધાવી હતી. આ હત્યા પૂર્વાયોજિત હતી. 

8 જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ H-1 કોચમાં ભાનુશાળીને બે ગોળી મારીને હત્યા કરાઈ હતી. 17 દિવસ બાદ પોલીસે સત્તાવાર રીતે બે આરોપીઓની ધરપકડ બતાવી છે. એડીજીપી અજય તોમરે ભાનુશાળીની હત્યા અંગે પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો હતો. 

Related posts

ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા પરેશ ધાનાણીએ આપ્યુ રાજીનામું

Arohi

સુરતમાં મોતની છલાંગ: બહાર જવાનો કોઇ રસ્તો નહોતો તેથી આર્ટ સ્ટુડીયો બન્યો ડેથ સ્ટુડીયો

Riyaz Parmar

સુરત : સીએમ રૂપાણી પહોંચશે સુરત, આગની ઘટનાના જવાબદાર કોણ?

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!