GSTV

હવે પછી ભળતી વ્યક્તિ કે ખોટી વ્યક્તિ દસ્તાવેજની નોંધણી નહીં કરાવી શકશે નહિ, ગુજરાતમાં બદલાયા કાયદા

ગેરકાયદેસર રીતે કરાવી લેવાતા દસ્તાવેજો પર રોક લગાવવા ગુજરાત સરકારે આજે વિધાનસભામાં ભારતીય રજિસ્ટ્રેશન એક્ટ 1908 સુધારા વિધેયક બહુમતીથી મંજૂર કરાવ્યું છે. વિધાનસભામાં આજે વિધેયક પસાર થઈ જતાં તૈયાર થયેલા નવા કાયદાને પરિણામે ઈલેક્ટ્રોનિક્સ માધ્યમથી છેતરપિંડી કરીને અથવા તો દાબ-દબાણ કરીને દસ્તાવેજ કરાવી લેવાની પ્રવૃત્તિ પર રોક લાગશે, એમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.

વિધાનસભામાં ભારતીય રજિસ્ટ્રેશન એક્ટ 1908 સુધારા વિધેયક બહુમતીથી મંજૂર કરાવ્યું

દસ્તાવેજ કરાવી લેવાની પ્રવૃત્તિ પર રોક લાગશે,

હવે પછી ભળતી વ્યક્તિ કે ખોટી વ્યક્તિ દસ્તાવેજની નોંધણી નહીં કરાવી શકશે નહિ. નવા કાયદામાં સરકારી, જાહેર સંસ્થાની, શૈક્ષણિક સંસ્થા, ધર્માદા ચેરીટેબલ ટ્રસ્ટની મિલકત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યક્તિને સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી આવશ્યક બનાવવામાં આવી છે. તેનાથી દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી, સરળ અને ચોકસાઈપૂર્ણ બનશે.

દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી, સરળ અને ચોકસાઈપૂર્ણ બનશે

મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કનવા કાયદાની મદદ લઈને સામાન્ય નાગરીક ઈચ્છે તો વકીલ-દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઈન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકે તે માટે પ્રમાણભૂત નમુના પણ તૈયાર કરવામાં આવ્યા છે. કોઈને જાતે દસ્તાવેજ કરવો હોય તો નમૂનારૂપ જુદા જુદા દસ્તાવેજ રાખવામાં આવેલ છે. નમૂના જોઈને સામાન્ય પ્રજાજન અથવા પ્રોફેશનલ્સ, કંપનીઓ, વેપારી પઢીઓ, વેપારીઓ વગેરે જેને જે-તે નમૂના પ્રમાણે અથવા તો તેમાં પોતાની જરૂરીયાત મુજબ ફેરફાર કરીને દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે અને આ રીતે સામાન્ય પ્રજાજનના સમય અને દસ્તાવેજ બનાવવાના ખર્ચની બચત થશે.

રજીસ્ટ્રેશન અધિનિયમ 1908ની કલમ-17માં ફરજીયાત રજીસ્ટ્રેશનને પાત્ર દસ્તાવેજોની જોગવાઈ કરવવામાં આવેલ છે. જે મુજબ સ્થાવર મિલકતના બક્ષીસનામા, સ્થાવર મિલકતના તબદીલીના કરાર રૂ.100થી વધુ કિંમતના સ્થાવર મિલકતના હક્કો વગેરે જેવા દસ્તાવેજોની કલમ-17 હેઠળ નોંધણી કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકારે આ સુધારાથી નવી કલમ-17(એ) દાખલ કરવાનું પ્રાવધાન કરેલ છે.

સુધારાથી નવી કલમ-17(એ) દાખલ કરવાનું પ્રાવધાન કરેલ

સામાન્યત: દસ્તાવેજ મોટા ભાગે વકીલો અથવા તો દસ્તાવેજ લખનાર અથવા તો આ બાબતના જાણકાર સ્ટેમ્પ વેન્ડર જેવી વ્યક્તિઓ દ્વારા દસ્તાવેજનું લખાણ કરવામાં આવતું હોય છે અને જે તે વ્યક્તિની જરૂરીયાત મુજબ દસ્તાવેજ લખનાર તે પ્રમાણે લખાણ કરીને દસ્તાવેજનો મુસદ્દો બનાવતા હોય છે અને તેની સારી એવી રકમ જે તે વ્યક્તિઓએ દસ્તાવેજ લખનારને આપવી પડતી હોય છે.

સામાન્યત: દસ્તાવેજની નોંધણી કરતી વખતે, સબ રજીસ્ટ્રાર દ્વારા કલમ-34માં નોંધણી કરતા પહેલાં જરૂરી તપાસ કરવાની જોગવાઈ છે અને કલમ-34(1)(ક) થી (ઘ) અન્વયે પક્ષકારો અથવા ઓળખ આપનારના પુરાવા લેવાની કામગીરી કે કોઈ દસ્તાવેજ માટે કોઈ વ્યક્તિને અધિકૃત કરેલાં હોય તેવા પ્રતિનિધિ અથવા એજન્ટના પુરાવા લેવાની કામગીરી, પક્ષકારોની દસ્તાવેજના દરેક પાના પર સહી લેવાની તથા જો પાવર ઓફ એટર્નીનો દસ્તાવેજ હોય તો પાવર આપનાર હયાત હોવા અંગેના પુરાવા લેવા અંગેની કામગીરી સબ રજીસ્ટ્રારશ્રીએ કરવાની હોય છે. પરંતુ જે તે મિલકતના માલિકી હક્કના પુરાવા લેવાની કાયદેસરની જોગવાઈ નથી. પરિણામે મૂળ માલિકની જાણ બહાર ઘણા ભૂમાફિયાઓ કે છેતરપીંડી કરનાર વ્યક્તિઓ દ્વારા આવા દસ્તાવેજો થવાના બનાવો બનતા હોવાની ફરીયાદ રહેતી.

ભૂમાફિયાઓ કે છેતરપીંડી કરનાર વ્યક્તિઓ દ્વારા આવા દસ્તાવેજો થવાના બનાવો બનતા હોવાની ફરીયાદ રહેતી

નોંધણી અધિનિયમ-1908માં આ સુધારા વિધેયકથી હાલની કલમ-34માં માલિકી હક્કના પુરાવા લેવા માટે તથા શક્ય હોય ત્યાં સુધી દસ્તાવેજ કરી આપનાર, કરાવી લેનાર અને ઓળખ આપનાર તેમની ઓળખની સાબિતી માટે આધાર નંબર લેવાની જોગવાઈ એમ બે નવા પરંતુક દાખલ કરવાનું સૂચિત કર્યુ છે. રાજ્ય સરકાર દ્વારા કલમ-34 હેઠળ ઁર્પિૈર્જ દ્વારા મિલકતના માલિકી હક્ક-કબ્જા હક્કના પુરાવા લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે. જેવી કે ખેતીની જમીન માટે 7-12 અને સીટી સર્વેની જમીન માટે પ્રોપર્ટી કાર્ડ, આ બાબતે વહીવટી સુચના / નોટીફીકેશન દ્વારા કયા પુરાવાઓ લેવા તે સુનિશ્ચિત કરવામાં આવશે.

આ મુજબની જોગવાઈ દાખલ કરવામાં આવશે. જેથી, મૂળ માલિકની જાણ બહાર કોઈ મિલકતનો દસ્તાવેજ નોંધવાની શક્યતા રહેશે નહીં. મૂળ માલિકની મિલકત અને હક્કનું રક્ષણ થશે. ખાસ કરીને રાજ્યમાં વિકસતા વિસ્તારમાં જમીન માફીયાઓ દ્વારા આચરવામાં આવતી છેતરપીંડી અટકાવી શકાશે. સાથોસાથ રજીસ્ટ્રેશન અધિકારીને આવા દસ્તાવેજો ચકાસવાના અધિકાર મળશે અને સામાન્ય પ્રજાની મિલકતનું રક્ષણ થશે. દસ્તાવેજ કરી આપનાર પક્ષકાર મુખત્યારનામું ધરાવનાર હોય તે કિસ્સામાં રાજ્ય સરકારે નક્કી કરેલી કાર્યરીતી મુજબ રજીસ્ટ્રેશન અધિકારી નોંધણી કરશે જેથી છેતરપીંડીના બનાવો અટકાવી શકાશે.

સબરજિસ્ટ્રાર દસ્તાવેજ નોંધવાનો ઇનકાર કરી શકશે

કેન્દ્રના પ્રવર્તમાન કાયદાથી જ કોઈ વ્યવહાર પ્રતિબંધિત હોય તેવી મિલકતોના વેચાણના કરાર, વેચાણ, ભાડાપટ્ટો, બક્ષીસ અંગેના કોઈ દસ્તાવેજ નોંધવાના હોય ત્યારે અધિકૃત વ્યક્તિ સિવાય આવા દસ્તાવેજો કરી આપવામાં આવે ત્યારે તેવા દસ્તાવેજ નોંધવાનો સબ રજીસ્ટ્રાર ઈન્કાર કરી શકશે તેવી જોગવાઈ કલમ-35-એ(એ) અને કલમ-35-એ(બી) નવી પેટા કલમ દાખલ કરીને જોગવાઈ કરેલ છે. તે જ રીતે રાજ્ય સરકારે નવી સૂચિત કલમ-35-એ(સી) દાખલ કરીને, રાજ્ય સરકાર/કેન્દ્ર સરકાર / કોર્ટ / ટ્રીબ્યુનલના પ્રવર્તમાન કાયદા દ્વારા કાયમી કે હંગામી ધોરણે ટાંચમાં લેવાયેલ મિલકત કે જેના વેચાણનો કરાર, વેચાણ, ભાડા પટ્ટો, બક્ષીસ અંગેના કોઈ દસ્તાવેજ અધિકૃત વ્યક્તિ સિવાય કરી આપે તો તેવા દસ્તાવેજ નોંધવાનો સબ રજીસ્ટ્રાર ઈન્કાર કરી શકશે તેવી જોગવાઈ કરેલ છે. તે જ રીતે કલમ-35-એ (ડી) નવી પેટા કલમ દાખલ કરીને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્થાનિક મંડળો, વકફ બોર્ડ, ભૂદાનયજ્ઞા સહિતની શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધામક અથવા સખાવતી સંસ્થાઓની સ્થાવર મિલકતો જો કોઈ અધિકૃત કરેલ વ્યક્તિ સિવાય કરી આપવામાં આવે તો સબ રજીસ્ટ્રારશ્રી તેવા દસ્તાવેજની નોંધણી કરવાનો ઈન્કાર કરી શકશે.

READ ALSO

Related posts

સત્તાધારી પક્ષે ભ્રષ્ટાચારના નાણાંથી ખરીદ્યા ધારાસભ્યોને, કોંગ્રેસના નેતાનો ગંભીર આક્ષેપ- વિશ્વાસઘાત કરનારાં ગદ્દારોને પાઠ ભણાવશે પ્રજા

pratik shah

રાજકોટ/ માધાપરમાં ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી છે વંચિત, “વિકાસ ઝંખે માઘાપર”- “વિકાસ નહી તો વોટ નહી” જેવા નારાઓ લગાવ્યા

pratik shah

મોટા સમાચાર/ ચૂંટણી પહેલાં મોદી આવ્યા કોરોના પોઝિટીવ: એઈમ્સમાં કરવા પડ્યા દાખલ, બિહારને લાગશે ઝટકો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!