GSTV
Home » News » દિલ્હીના ભજનપુરામાં એક જ પરિવારના 5 મૃતદેહ મળ્યા, અઠવાડીયાથી ઘરમાં કેદ હતો આ પરિવાર

દિલ્હીના ભજનપુરામાં એક જ પરિવારના 5 મૃતદેહ મળ્યા, અઠવાડીયાથી ઘરમાં કેદ હતો આ પરિવાર

દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં બુધવારે એક ઘરમાંથી 5 લાશ મળી આવી છે. આ મૃતકોમાં પતિ-પત્ની અને 3 બાળકોનો સમાવેશ થાય છે. પતિ ઈ-રિક્ષા ચલાવતો હતો. આ તમામ લાશ લગભગ એક અઠવાડીયું જૂની છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે. આ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

બુધવારે પોલીસ 11.30 કલાકે ઘટનાસ્થળે પહોંચી તો, ઘરનો દરવાજો બહારથી બંધ હતો. જો કે, પાછળનો દરવાજો અંદરથી બંધ હતો. ઘરમાં ભૂંડી વાસ આવતી હતી. દરવાજો તોડી પોલીસ ઘરમાં ઘૂસી હતી. આ લાશની ઓળખાણ શંભૂ, સુનિતા અને શિવમ, સચિન અને કોમલ તરીકે થઈ છે. આ પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો.

પ્રાપ્ત વિગત મુજબ જોઈએ તો, આ તમામ મૃતદેહો વિખેરાયેલી હાલતમાં મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તારણમાં આત્મહત્યાનો કેસ જણાઈ રહ્યો છે.

READ ALSO

Related posts

શિવસેનાને આ ચૂંટણીમાં હંફાવવા અહીં કોંગ્રેસ સક્રિય થઈ, ભાજપ થઈ ખુશખુશહાલ

Bansari

પશ્ચિમી એશિયાના બહેરીન અને કુવૈત પણ કોરોનાની ઝપટમાં, 31 દેશોમાં કરી ચુક્યો છે પગ પેસારો

Arohi

દિલ્હી વિવાદ: ગૃહપ્રધાન અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, ઉપરાજ્યપાલ સહિત મુખ્યપ્રધાન સાથે કરશે મુલાકાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!