GSTV

સલમાનની આ એક્ટ્રેસે ભરી મહેફિલમાં કર્યો ધડાકો, વર્ષો સુધી પતિથી રહી અલગ

વર્ષ 1990 માં હિમાલય દસાની સાથે લગ્ન કરનાર બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીએ ખુલાસો કર્યો છે કે તે અને તેના પતિ દોઢ વર્ષ સુધી એકબીજાથી અલગ હતા. જો કે, બંનેના સંબંધો પછીથી સુધરવા લાગ્યા અને તે પછીથી તેઓ સાથે રહેવા લાગ્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે આજે પણ જ્યારે તે દૌરને યાદ કરે છે ત્યારે તે ડરી જાય છે.

વાયરલ વીડિયોમાં કર્યો ધડાકો

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં ભાગ્યશ્રી કહે છે, “હા, હિમાલય મારો પહેલો પ્રેમ હતો અને હા, મેં તેની સાથે લગ્ન કર્યાં. પણ વચ્ચે એક સમય એવો પણ હતો જેમાં અમે અલગ થઈ ગયા. અને તે સમયે મને ખ્યાલ આવ્યો કે જો હું તેમને મારી જિંદગીમાં ન લાવી હોત તો મેં કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા હોત? આ બધુ મને તે તબક્કે લઈ ગયું હતું , કારણ કે એક સમય, દોઢ વર્ષનો એવો હતો, જ્યાં અમે સાથે ન હતા. તે એક વર્ષ હજુ પણ યાદ આવે તો ડર લાગે છે.”

ભાગીને કર્યા લગ્ન

તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીએ સલમાન ખાનની ઓપોઝીટ સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી સિનેમાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે હિમાલયને ત્યારે મળી જ્યારે તે સ્કૂલમાં હતી. ભાગ્યશ્રીના માતાપિતા આ લગ્ન માટે તૈયાર નહોતા, તેથી તેઓએ ભાગીને એક મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. તેમના લગ્નમાં હિમાલયનો પરિવાર હાજર હતો. કેટલાક નજીકના મિત્રોની સાથે સૂરજ બરજાત્યા અને સલમાન પણ હાજર હતા.

ભાગ્યશ્રી અને હિમાલયને બે બાળકો છે. એક પુત્ર અભિમન્યુ, જેમણે 2018 માં આવેલી ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ થી બોલીવુડ ડેબ્યૂ કર્યુ હતું અને એક પુત્રી અવંતિકા છે.

એક દાયકા બાદ ફિલ્મ જગતમાં એન્ટ્રી કરશે

ભાગ્યશ્રી લગભગ એક દાયકા બાદ ફિલ્મ જગતમાં પરત ફરી રહી છે, ત્યારે તેણીનું કહેવુ છે કે, પોતે એક નવોદિત કલાકાર જેવુ મહેસુસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાગ્યશ્રીએ વર્ષ 1989માં સલમાન ખાન અભિનિત ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ થી પોતાની બોલીવુડ સફરની શરૂઆત કરી હતી. છેલ્લી વખત તેણી વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘રેડ એલર્ટ-દ વૉર વિદિન’ માં નજર આવી હતી.

કન્નડ ફિલ્મથી પરત ફરશે ભાગ્યશ્રી

ભાગ્યશ્રી આ વર્ષે કન્નડ ફિલ્મ ‘સીતારામ કલ્યાણ’ થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પરત ફરી રહી છે. ત્યારબાદ તેણી ફિલ્મ ‘કિટ્ટી પાર્ટી’, ‘2 સ્ટેટ્સ’ ની તેલુગૂ રીમેક અને અભિનેતા પ્રભાસની એક ફિલ્મમાં પણ જોવા મળશે, જેનુ સંભવિત નામ ‘પ્રભાસ 20’ હોઈ શકે છે.

દર્શકોને જોવા મળશે અલદ અંદાજ

ભાગ્યશ્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, દરેક ફિલ્મમાં લોકોને ભાગ્યશ્રીનો એક નવો જ અવતાર જોવા મળશે. તેણીએ વધુમાં કહ્યુ કે, હું આ દરેક પળનો આનંદ ઉઠાવી રહી છે. કારણ કે, મને લાગી રહ્યુ છે કે, મને અલગ-અલગ પાત્ર ભજવવાની તક મળી રહી છે. ઘણુ બધુ નવુ શીખ્યા બાદ મને એક નવોદિત કલાકાર જેવુ મહેસુસ થઈ રહ્યુ છે.

આ કારણે ફિલ્મથી દૂર હતી અભિનેત્રી

જો કે, ભાગ્યશ્રીએ જલ્દી જ એક હિન્દી ફિલ્મ પણ કરવાની જાણકારી આપી હતી, પરંતુ તેમના નિર્માતાની સત્તાવાર જાહેરાતના કરતા પહેવા તેણીએ વધારે જાણકારી આપવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભાગ્યશ્રીને ‘કેલ્સિફિટ ટેન્ડિનાઈટિસ’ ની ફરીયાદના કારણે કામમાંથી દૂર જવુ પડ્યુ હતું.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!