આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભાગવતી દીક્ષા સમારોહ યોજાયો હતો, જેમાં અમેરિકાના 5 સહિત 58 યુવકોએ ઉચ્ચ પદોની નોકરી છોડી દીક્ષા ગ્રહણ કરી છે. મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં. દીક્ષાસમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી અને સૌ નવદિક્ષિત સંતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી.

-૬ અનુસ્નાતક , ૪૬ સ્નાતક જેમાં ૨૬ ઇજનેર અને ૧ આર્કિટેક્ટ, ૨ MBA, સહિત કુલ ૫૮ પાર્ષદોએ ભાગવતી દીક્ષા લીધી.
-અમેરિકાના ૫, મુંબઈના ૭, ગુજરાતના ૪૬ પાર્ષદોનો સમાવેશ
પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમ્યાન 1000 જેટલા યુવકોને દીક્ષા આપી
BAPSના પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે, સાધુ પરંપરામાં આજે અનેક લોકોએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની આંખોમાં નિર્મળતા, નિશ્ચલતા, નિઃસ્પૃહતા અનુભવી છે. 2001ની સાલમાં અબ્દુલ કલામ સાહેબ મળ્યા હતા ત્યારે ખૂબ જ અભિભૂત થયા હતા અને તેમના પુસ્તક ટ્રાન્સેન્ડન્સમાં કહ્યું છે કે, પ્રમુખસ્વામીમાંથી દિવ્યતાનો સાગર વહેતો હતો. પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમ્યાન 1000 જેટલા યુવકોને દીક્ષા આપી, જેમાં જેમાં 10 ડોક્ટર, 12 એમ બી એ, 70 માસ્ટર ડિગ્રી, 200 એન્જિનિયર અને કુલ સંતોમાંથી 70%થી વધુ સંતો ગ્રેજ્યુએટ છે. આજે 55 સંતો ઇંગ્લેન્ડના નાગરિક છે અને 70 સંતો અમેરિકાના નાગરિક છે.

ભગવાન સ્વામિનારાયણે 3000 જેટલા નિયમધર્મયુક્ત પરમહંસોને દીક્ષા આપી
BAPSના પૂજ્ય ડૉક્ટર સ્વામીએ જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે, ભગવાન સ્વામિનારાયણે તેમના જીવનકાળ દરમ્યાન 3000 જેટલા નિયમધર્મયુક્ત પરમહંસોને દીક્ષા આપી હતી અને આજે તે જ પરંપરામાં આજે સૌ દીક્ષા લઇ રહ્યા છે. આજે આ સંસ્થાના મોટાભાગના સંતો મહિનામાં 5 નિર્જળા ઉપવાસ કરી રહ્યા છે તેવા ત્યાગી અને તપસ્વી સંતો પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે તૈયાર કર્યા છે.

નવદિક્ષિત સંતોની સમર્પણની ભાવના
નવદિક્ષિત સંત પૂજ્ય દધીચિ ભગતે (અમેરિકા) જણાવ્યું કે, બાપાનો પ્રેમ મળતો હોય એમાં એવી શાંતિ અને આનંદ મળે કે જેને પૈસાથી ન ખરીદી શકાય. પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ જ્યાં હોય ત્યાં બધું જ સમર્પણ સાર્થક છે.
નવદિક્ષિત સંત પૂજ્ય ગાલવ ભગતે (અમેરિકા) જણાવ્યું કે, આજે જે અમૂલ્ય તક છે, એ લૌકિક ડિગ્રી કરતાં વધારે સારી છે અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના અદભુત અવસરે દીક્ષા પ્રાપ્ત કરવી એ પણ એક સ્મૃતિ છે. જયારે દીક્ષા લેવાય ત્યારે નવજીવન પ્રાપ્ત થતું હોય છે.

નવદિક્ષિત સંત પૂજ્ય પાણિની ભગતે (અમેરિકા) કહ્યું કે, સાધુ થવાની પ્રેરણા તો પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી મળી છે. નાનપણથી જ ખૂબ લાભ લીધો છે. નાનપણથી જ બાપાનો પ્રેમ ખૂબ જોતા આવ્યા. બાપાનો સાથ પણ જીવનની દરેક પળમાં રહેલો છે. સ્વામીબાપાએ આટલો પ્રેમ કર્યો છે. આટલું હેત વરસાવ્યું છે, તો તેમના માટે શું ન થાય? તેથી તેમના માટે જીવન સમર્પિત કરવા જઈ રહ્યા છીએ.
નવદિક્ષિત સંત પૂજ્ય પ્રભાકર ભગતે કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ અને મહંતસ્વામી મહારાજનો પ્રેમ અને એમણે આ સમાજ માટે, દેશ માટે, અને આપણા સૌ માટે કેટલું બધું કર્યું! પ્રમુખસ્વામી મહારાજના અનંત ઉપકારો છે એ ઉપકારોનું ઋણ ચૂકવવાનો આ અમૂલ્ય અવસર એટલે આ શતાબ્દી મહોત્સવ. એ શતાબ્દીમાં અમને દીક્ષા મળે છે એટલે આ એક જીવનભરનું એક અતિશય અમૂલ્ય સંભારણું બની રહેશે.
READ ALSO
- પેપરલીક મામલે ભાજપના નેતાઓનું મૌન પણ હાર્દિક પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
- Delhi Accident: આઈજીઆઈ સ્ટેડિયમ નજીક મોટી દુર્ઘટના, આપસમાં ટકરાઈ 4 સ્કૂલ બસ, કેટલાય વિદ્યાર્થીઓ થયા ઘાયલ
- વડોદરા / સળિયાનો જથ્થો વેચવાના નામે સ્ક્રેપ વેપારી સાથે 7.61 લાખની ઓનલાઇન છેતરપિંડી
- મધમાં પલાળીને ખાઓ આ વસ્તુઓ, હાર્ટ એટેકનું ઘટશે જોખમ; માનસિક બીમારીઓ પણ રહેશે દૂર
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો